ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધી આશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટ સુનાવણીઃ સરકારે સોગંદનામુ રજૂ કરતા કહ્યું, ‘નવી પેઢી ગાંધીજીના મૂલ્યોથી અવગત થાય તે માટે ડેવલપમેન્ટ જરૂરી’

Text To Speech

અમદાવાદઃ સાબરમતી આશ્રમના પ્રસ્તાવિત રિડેવલપમેન્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેર હિતની અરજી અંગે ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર વતી કરવામાં આવેલા નિવેદન બાદ આ અરજીનો નિકાલ કર્યો હતો. ત્યારબાદમાં મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનાવણી કરી ગુજરાત હાઇકોર્ટ અને બંને પક્ષે સાંભળી હુકમ કરવા નિર્દેશ આપ્યા હતા.

સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
આજે હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં ગાંધીજીના મૂલ્યો અને તેમનાં વારસાને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય એ દિશામાં સરકારના પ્રયાસ હોવાનું કહેવામાં આવ્યું છે. આગામી પેઢી ગાંધીજીના મૂલ્યો અને વારસા બાબતે અવગત થાય તે માટે આશ્રમ આસપાસનું ડેવલપમેન્ટ જરૂરી છે. ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં માત્ર ગાંધી આશ્રમ આસપાસની કુલ 55 એકર જગ્યા પર ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનું અયોજન હોવાનું જણાવ્યું છે.

આગામી સુનાવણી 14મી એપ્રિલે કરવામાં આવશે
રાજ્ય સરકારે ફાઈલ કરેલ સોગંદનામા અંગે ગાંધીજીના પ્રપૌત્ર તરફથી તેનો જવાબ આપવા માટે સમયની માટે માંગ કરવામાં આવી છે. સાથે સાથે તેમને કરેલ અરજીમાં સુધારા વધારા એટલે કે ડ્રાફ્ટ એમેંન્ડમેન્ટ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે.
આ અંગે વધુ સુનાવણી આગામી 14મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

Back to top button