અમદાવાદના ફ્લાવર શોની મહેક હવે રહેશે તમારા આંગણે: ફૂલો ખરીદવા છે તો જાણો તમામ વિગતો

અમદાવાદ: ૨૮ જાન્યુઆરી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવેલો ફ્લાવર શો ખૂબ પ્રસિદ્ધ થયો છે. ત્યારે હવે રિવરફ્રન્ટ પર યોજાયેલ ફ્લાવર શો 26 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયો હતો. હવે રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં વપરાયેલા ફૂલછોડ લોકો ખરીદી શકશે, AMC એકદમ નજીવા દરે આ ફૂલછોડ 5 નર્સરી દ્વારા વેચશે. એલિસબ્રીજ, ગોતા, નિકોલ, ચાંદખેડા અને નવરંગપુરા સ્થિત 5 નર્સરી દ્વારા આ રોપાઓ વેચવામાં આવશે. 28 થી 31 જાન્યુઆરી સુધી સવારે 9 થી રાત્રિના 6 વાગ્યા સુધી (બપોરે 1 થી 2 દરમિયાન બ્રેક) આ રોપાઓ લોકો લઈ શકશે.
દેશમાં જો કોઈ સ્થળે હાલમાં સૌથી વધુ સેલ્ફી કે ફોટા ખેંચાયા હોય તો તે જગ્યા છે અમદાવાદનો ફ્લાવર શૉ. આ શૉમાં 10 લાખથી વધુ ડેકોરેટિવ પ્લાન્ટ તેમજ 50 ફૂલોની અલગ અલગ પ્રજાપતિ જોવા મળી છે. આ ફૂલ દેશી-વિદેશી અને હાઈબ્રીડ એમ ત્રણેય પ્રકારના છે. ફ્લાવર શોમાં જે સિઝનલ રોપા જોવા મળ્યા હતા, તે રોપા હવે લોકો ખરીદી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ નર્સરી ખાતે અલગ-અલગ જાતના હયાત સિઝનલ રોપાનું વેચાણ કરવામાં આવશે. આજે 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં રોપા ખરીદી શકાશે.
જાણો ફૂલોના ભાવ
અમદાવાદ ઇન્ટરનૅશનલ ફલાવર શો-2025માં પ્રદર્શિત કરવામાં સિઝનલ પ્રકારનાં રોપાનું વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેચાણ કરવાનાં સિઝનલ રોપાની તમામ વિગતો અમદાવાદ મ્યુનિસિપલ કોપેરિશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in ઉપર મુકવામાં આવી છે. જેમાં વ્યક્તિ/એજન્સીએ ઓફિસનાં કામકાજનાં દિવસોએ રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરી રોપા મેળવી શકશે. એક રોપાથી લઇ 100 અને 100થી 1000 રોપા સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. 10 રૂપિયાથી લઈને 235 રૂપિયા સુધીનો ભાવ રાખવામાં આવ્યો છે.
જાણો ફૂલો વિશે
પાંચ જેટલી નર્સરીઓમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો દરમિયાન હયાત સિઝનલ પ્રકારના ફૂલો જેમાં ગજેનીલા, ડાયનથસ, સિલાસીયા, વિન્કા, કેલેન્ડુલા, ઓર્નામેન્ટલ કેલ, બીગોનીયા, હાયપોસ્ટીસ, સિલ્વર ડસ્ટ, પીટુનીયા, બુફોબિયા, કોલીયસ, સેવતી, સાલ્વીયા, એસ્ટર જેવા રોપા મળશે. જ્યારે 6ઇંચ ઊંચા ઓર્નામેન્ટલ કેલે, પોટ પાનસેટિયા, પોટ (પિટુનીયા સેવતી વગેરે) પોર્ટ કેલેન્ચો રોપા મળશે. 8 ઇંચના પોટ પાનસેટીયા અને 9 કેવીટી (ડાયન્જસ, પીટુનીયા વગેરે) મળશે. 42 કેવીટી (ડાયન્યા, પીટુનીયા. ગ્રીન રેડ અલ્ટનેન્થેરા વગેરે) પણ મળશે.
પાંચેય નર્સરીઓ પર 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. રોપા લઈ જવા માટે વસ્તુ, કન્ટેઇનર તથા વાહન ખરીદનારે લાવવાનું રહેશે. સ્થળ પર રોપા જોઈ જગ્યો નક્કી કરી નિયત દર મુજબ ચુકવણી કર્યા બાદ રોપા આપવામાં આવશે. રોપા ખરીદનારે જ તેઓનાં સ્વખર્ચે સ્થળ પરથી રોપા લઈ જવાના રહેશે.
જાણો પાંચ નર્સરીના નામ-સરનામા
૧. રસાલા નર્સરી, લૉ-ગાર્ડન બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ સામે, એલિસબ્રિજ અમદાવાદ
૨. સૌરભ નર્સરી, સૌરભ ગાર્ડન સામે, મૈમનગર ફાયર સ્ટેશન પાછળ, નવરંગપુરા
૩. વિશ્વકમાં નર્સરી, વિશ્વકર્મા કોલેજ પાછળ, આઇસીઆઇસીઆઇ બેંકની ગલીમાં, ન્યુ.સી.જી.રોડ, ચાંદખેડા
૪. સાયન્સ સિટી નર્સરી, સાયન્સ સિટી રોડ, ધ કેપીટલ-2ની ગલીમાં, કેનાલ રોડ, ગોતા
૫. નિકોલ નર્સરી, 108 ઇમરજન્સી કોલ સેન્ટર પાછળ, બાગબાન ફાર્મ પાસે, જી.ઈ.બી. સબ સ્ટેશન રોડ, નિકોલ
આ પણ વાંચો..મહાકુંભમાં વિદેશી છોકરીએ ભારતના સિદ્ધાર્થ સાથે કર્યા લગ્ન: સાધુ સંત બન્યા જાનૈયા