વિશેષ

વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ એટલે ટેડી ડેઃ શું છે આ દિવસનો ઇતિહાસ?

  • વેલેન્ટાઈન વીકના ચોથા દિવસે ટેડી ડે ઉજવવામાં આવે છે. ટેડી બીયર એક સોફ્ટ ટોય છે, તે મોટાભાગે છોકરીઓ અને બાળકોને વધુ પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો વેલેન્ટાઈન વીકમાં ટેડી ડે શા માટે ઉજવવામાં આવે છે?

ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયે વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. તેમાં પ્રેમને સેલિબ્રેટ કરવાના અલગ અલગ દિવસ હોય છે. આ અઠવાડિયામાં રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, પ્રોમિસ ડે, હગ ડે અને કિસ ડે મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન વીકના ચોથા દિવસે ટેડી ડે ઉજવવામાં આવે છે. ટેડી બીયર એક સોફ્ટ ટોય છે, તે મોટાભાગે છોકરીઓ અને બાળકોને વધુ પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો વેલેન્ટાઈન વીકમાં ટેડી ડે શા માટે ઉજવવામાં આવે છે?

ટેડી બીયરનો આરંભ 20મી સદીમાં થયો હતો. ટેડી ડેનું નામ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ થિયોડોર ટેડી રૂઝવેલ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. એક વખત તેઓ રીંછનો શિકાર કરવા ગયા હતા. તેમની સાથે સહાયક હોલ્ટ કોલીર પણ હતો. અહીં કોલીરે કાળા રંગના એક ઘાયલ રીંછને પકડી લીધું અને વૃક્ષ સાથે બાંધી દીધું હતું. ત્યારબાદ સહાયકે રાષ્ટ્રપ્રમુખ પાસે રીંછને ગોળી મારવાની મંજૂરી માગી, પરંતુ રીંછને ઘાયલ અવસ્થામાં જોઈને રાષ્ટ્રપ્રમુખ રૂઝવેલ્ટનું હૃદય પીગળી ગયું અને તેમણે પ્રાણીની હત્યા કરવાની ના પાડી દીધી. 16 નવેમ્બરે ધ વોશિંગ્ટન પોસ્ટ ન્યૂઝપેપરમાં આ ઘટના પર આધારિત એક તસવીર છપાઈ હતી. જેને કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને બનાવ્યું હતું.

વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ એટલે ટેડી ડેઃ શું છે આ દિવસનો ઈતિહાસ? hum dekhenge news

કેવી રીતે પડ્યું ટેડી નામ?

ન્યૂઝપેપરમાં છપાયેલી તસવીરને જોઈને વેપારી મૉરિસ મિચટૉમે વિચાર્યું કે એક રમકડું રીંછના બાળકના આકારનું બનાવવામાં આવે. તેમણે પોતાની પત્ની રોઝની સાથે મળીને તેને ડિઝાઈન કર્યું. રમકડાનું નામ ટેડી રાખવામાં આવ્યું. ટેડી નામ રાખવા પાછળનું કારણ એવું હતું કે પ્રમુખ રૂઝવેલ્ટનું નિકનેમ ટેડી હતું, આ રમકડું રાષ્ટ્રપ્રમુખને સમર્પિત હતું. તેથી તેમના નામનો ઉપયોગ કરવાની પરવાનગી લઈને તેને વેપારી દંપતીએ લોન્ચ કર્યું.

આ ખૂબ સોફ્ટ, ખાસ ફીલ કરાવનાર અને બાળપણની યાદ અપાવનાર ટેડીને ગિફ્ટ કરીને વ્યક્તિ પ્રેમ, ફીલિંગ અને રોમાન્સની ફીલિંગ એક્સપ્રેસ કરે છે. તેને ગિફ્ટ કરીને તમે તમારા પાર્ટનર કે ખાસ વ્યક્તિને ખુશ કરી શકો છો. ટેડી એક સોફ્ટ ટોય છે, તેને જોઈને પ્રેમ કરવાની ચાહત વધે છે. તેનો જન્મ દરિયાદિલી, પ્રેમ અને કરુણાના કારણે થયો હતો, તેથી તે આ પ્રકારની તમામ ભાવનાઓને એક્સપ્રેસ કરવાનો બેસ્ટ મોકો છે.

આ પણ વાંચોઃ વેલેન્ટાઈન વીક શરૂઃ જાણો ક્યારે આવશે કયો દિવસ, શું છે મહત્ત્વ?

Back to top button