મહિલાઓની એ ચાર આદતો, જે પુરુષોને કરે છે IRRITATE
ઘણી વખત મહિલાઓ નાની નાની વાતોને મોટી બનાવી દે છે. આ કારણે તેમનો પાર્ટનર પરેશાન થઇ જાય છે અને તેને મજા આવતી નથી, તે ક્યારેક હતાશ પણ થઇ જાય છે. મહિલાઓ એ વાતોને લઇને ઘણુ બધુ વિચારવા લાગે છે, જે વાસ્તવમાં જરૂરી હોતી જ નથી. આવા સંજોગોમાં બોયફ્રેન્ડ કે પતિનું ઇરિટેટ થવું સ્વાભાવિક છે. એક પુરુષ ઘણીવાર એવુ ઇચ્છે છે કે તેનુ પાર્ટનર કેટલીક બાબતોને સીરિયસલી ન લે અને થોડી વાર માટે બધુ છોડી દે. મહિલાઓ માટે આ કરવુ મુશ્કેલ હોય છે. અહીં કેટલીક એવી બાબતો જણાવાઇ છે જેને ફોલો કરીને બે વ્યક્તિ વચ્ચેનું બોન્ડિંગ મજબૂત બની શકે છે.
વધુ પડતુ ન વિચારો
મહિલાઓ ઘણી બધી બાબતો માત્ર પોતાના મનમાં જ વિચારવા લાગે છે, એક્ચ્યુઅલી તેવું કંઇ હોતુ જ નથી. દરેક વખતે તે વિચારે છે તેવી વસ્તુઓ બનતી નથી. આ કારણે તમારા પાર્ટનર તમારાથી ઇરિટેટ થઇ શકે છે અને પછી તમે વધુ દુઃખી થાવ છો. મહિલાઓ પુરુષોને ટોન્ટ પણ વધુ મારે છે આ કારણે પણ તેઓ ઇરિટેટ થઇ શકે છે.
જોક્સ પર ખોટુ ન લગાડો
છોકરાઓ હંમેશા પોતાના મિત્રો સાથે મજાક કરતા રહે છે અને એક બીજા પર ખુબ હસે પણ છે. જોકે પુરુષો પત્નીની આ રીતે મજાક કરે તો તે ખોટુ લગાડી દે છે. મોટાભાગની મહિલાઓ પોતાનું અપમાન સહન કરી શકતી નથી અને નારાજ થઇ જાય છે. જ્યારે પુરુષો ઇચ્છે છે કે તેમના પાર્ટનરની પણ સેન્સ ઓફ હ્યુમર સારી હોય અને તે ફન લવિંગ હોય.
પતિની ફીમેલ ફ્રેન્ડને સ્વીકારો
એક મહિલા ત્યારે અસુરક્ષા અનુભવે છે જ્યારે તેનો પતિ તેની સામે પોતાની ફીમેલ ફ્રેન્ડના વારંવાર વખાણ કરે છે. આ જોતા જ તે અસુરક્ષાની ભાવનાથી ઘેરાઇ જાય છે અને પતિને કંઇ પણ સંભળાવવા લાગે છે. એવું પણ બની શકે છે કે કોઇ સ્ત્રી તમારા પતિની માત્ર ફ્રેન્ડ જ હોય અને તેઓ તમને તેના વિશે કહી રહ્યા હોય.
સોશિયલ મીડિયા બને છે મુસીબત
હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે. જેમાં મહિલાઓ ખુબ આગળ રહે છે. તેઓ સૌથી પહેલા પોતાના પતિ સાથે પોસ્ટ શેર કરે છે. આવા સંજોગોમાં રિઝર્વ રહેનારા પુરુષોને તેમનું આ બિહેવિયર ભારે પડે છે, કેમકે પત્નીઓ ઇચ્છતી હોય છે કે પતિ પણ બધાની સામે પ્રેમ દર્શાવે. જો એમ ન થાય તો મહિલાઓ તેને મોટો મુદ્દો બનાવી લે છે. એક રિપોર્ટ અનુસાર પુરુષો પ્રેમ જતાવવામાં એક્સપર્ટ હોતા નથી, તેથી મહિલાઓ અસુરક્ષા અનુભવે છે.
આ પણ વાંચોઃ આ નાની નાની આદતો રૂટિન બનાવોઃ ડાયાબિટીસનું રિસ્ક ઘટશે