રાજપથ ક્લબ રિસોર્ટનો શિલાન્યાસ, વૈશ્વિક સ્તરની સુવિધાઓ સાથે ટૂંક સમયમાં થશે તૈયાર
અમદાવાદના જાણીતા રાજપથ ક્લબ દ્વારા રાજપથ ક્લબ રિસોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વૈશ્વિક અને આધુનિક કક્ષાની લક્ઝુરિયસ સુવિધાઓથી સજ્જ આ ક્લબ રિસોર્ટમાં અવનવી એક્ટિવિટીથી લઈને તમામ સુવિધાઓ સાથે થોડા સમયમાં તૈયાર કરી દેવામાં આવશે.રાજપથ ક્લબ રિસોર્ટની ડિઝાઇન જાણીતા આર્કિટેક્ટ અપૂર્વ અમીન દ્વારા કરવામાં આવી છે. ભવ્ય ડિઝાઇન સાથે આકર્ષક રાજપથ ક્લબ રિસોર્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં શહેરના જાણીતા મહાનુભાવો એવા રાજપથ કલબના પ્રમુખ જગદીશભાઇ પટેલ, એડિસી બેન્કના અજયભાઈ પટેલ અને કર્ણાવતી કલબના પ્રમુખ નગીનભાઈ પટેલ(N G Patel) સહિત મિશાલ પટેલ, બલરામ પઢિયાર, વિક્રમભાઈ શાહ, બીપીનભાઈ પટેલ, સુનિલ પટેલ, રક્ષેશભાઈ, અનિલ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.રાજપથ ક્લબ રિસોર્ટની જાહેરાત થતાંની સાથે જ આજે સવારથી જ રાજપથ ક્લબ ખાતે રિસોર્ટની મેમ્બરશીપના ફોર્મ લેવા માટે લાઈનો લાગી ગઈ હતી.
મળતી માહિતી મુજબ રાજપથ ક્લબ રિસોર્ટની મેમ્બરશીપ ફી અંદાજે 7,25,000/- થી 8,00,000/- રૂપિયા જેટલી રાખવામાં આવી છે અને આ ક્લબ રિસોર્ટમાં સીમિત મેમ્બરો જ લેવાના હોવાથી સવારથી જ રાજપથ ક્લબ ખાતે મેમ્બરશીપ ફોર્મ લેવા માટે લાઈનો લાગી ગઈ હતી.રાજપથ ક્લબ રિસોર્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજપથ કલબના ડિરેક્ટર શિલ્પા અગ્રવાલ સહિત અન્ય મેમ્બરો તન્વી ડસોનદી, પારૂલ પટેલ, બીનીતા શાહ, દક્ષાબેન પટેલ, મનીષા શાહ, અલ્પા શાહ અને પૂનમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ શુભ પ્રસંગે અન્ય મહેમાનો મેહુલ પટેલ, ફીનેલ શાહ, અજય પટેલ, મનોજ પટેલ, મિહિર શાહ, મુકેશભાઇ પટેલ, સંજય શાહ, ચિંતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.