ઉત્તર ગુજરાત

પાલનપુરના માળવાપરા શાળાનો ઉત્સાહથી ઉજવાયો સ્થાપના દિન

Text To Speech

પાલનપુર: પાલનપુર તાલુકાની માળવાપરા પ્રાથમિક શાળાનો 42 મો સ્થાપના દિન સોમવારે ડીસાના પૂર્વ બીઆરસી કો-ઓર્ડીનેટર પ્રવિણભાઈ સાધુના અધ્યક્ષ સ્થાને રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ સરપંચ દેવેન્દ્રભાઈ છાપીયા, તાલુકા સદસ્ય સોમાભાઈ, પે કેન્દ્રાચાર્ય આર.બી.પવાર, શાળાના આચાર્ય અશોકભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ એન.ઠક્કર, શાળાના ભૂતપૂર્વ વિધાર્થીઓ, અન્ય ગ્રામ અગ્રણીઓ, ગ્રામજનો ,સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો.

પ્રાથમિક શાળા- humdekhengenews

શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત, નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ વક્તા દ્વારા શાળાના સ્ટાફ અને આચાર્યની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ શાળાઓના બાળકોએ છેલ્લા ઘણા સમયથી તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ ઇવેન્ટમાં અને વિવિધ રાજ્યકક્ષાની પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી છે. તેઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા તમામ બાળકોને આ પ્રસંગે તિથીભોજન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અમિતભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:અમદાવાદ : ‘અટલ ફૂટ ઓવર બ્રીજ’ પર જવા માટે ચુકવવા પડશે આટલા પૈસા

Back to top button