ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

2026થી આ રાશિઓનું ભાગ્ય થશે મજબૂત, શનિ ગોચર કરાવશે ફાયદો

  • શનિ ટૂંક સમયમાં પોતાનું નક્ષત્ર બદલશે, જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. આ નક્ષત્ર પરિવર્તન નવા વર્ષમાં જાન્યુઆરી મહિનામાં થશે

HD ન્યુઝ ડેસ્કઃ શનિ દર વર્ષે પોતાની રાશિ બદલતો નથી, પરંતુ તે પોતાના નક્ષત્રમાં ફેરફાર કરે છે. શનિને ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે, જે વ્યક્તિના કાર્યો અનુસાર ફળ આપે છે. હાલમાં શનિ મીન અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. આ વર્ષે 3 ઓક્ટોબરના રોજ શનિએ ગુરુના પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર Saturn transit કર્યુ છે. શનિ ટૂંક સમયમાં પોતાનું નક્ષત્ર બદલશે, જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. આ નક્ષત્ર પરિવર્તન નવા વર્ષમાં જાન્યુઆરી મહિનામાં થશે. શનિ પોતાના નક્ષત્ર, ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે. શનિ 20 જાન્યુઆરીએ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 2026 મે સુધી ત્યાં રહેશે. ચાલો જોઈએ કે શનિના ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચરથી કઈ રાશિઓને ફાયદો થશે.

2026 થી આ 3 રાશિઓનું ભાગ્ય મજબૂત બનશે

મિથુન (ક,છ,ઘ)

ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં શનિનું ગોચર મિથુન રાશિના જાતકોને નોંધપાત્ર લાભ આપી શકે છે. ઘરમાં શાંતિપૂર્ણ અને ખુશનુમા વાતાવરણ રહેશે. મિત્રની મદદથી જીવનમાં મુશ્કેલીઓ દૂર થવા લાગશે. સ્પર્ધાની તૈયારી કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. આ રાશિ હેઠળ જન્મેલા લોકોની આવકમાં વધારો થઈ શકે છે.

વૃષભ (બ,વ,ઉ)

ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાંથી શનિનું ગોચર વૃષભ રાશિ માટે લાભ લાવી શકે છે. નાણાકીય સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાવા લાગશે. તમારા બોસ અને સાથીદારોના સહયોગથી તમે તમારા બધા કારકિર્દીના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશો. વિદેશ પ્રવાસની પણ શક્યતા છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મીન (દ,ચ,ઝ,થ)

મીન રાશિના લોકો માટે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં કર્મના દાતા શનિનું ગોચર શુભ પરિણામો લાવશે. નાણાકીય લાભની પ્રબળ શક્યતાઓ છે. શનિના શુભ પ્રભાવને કારણે, કારકિર્દીમાં પ્રમોશનની પણ શક્યતા છે. સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે વર્ષોથી અટકેલા કામ પણ પૂર્ણ થવા લાગશે.

આ પણ વાંચોઃ 30 વર્ષ બાદ મીન રાશિમાં શનિ ચાલશે સીધી ચાલ, આ ત્રણ રાશિઓનો બદલાશે સમય

Back to top button