ગુજરાત

વાવાઝોડાની આફત ટાળવા પૂર્વમંત્રીએ કરી દરિયાદેવની પૂજા

  • જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રોજી બંદરે વિધિ કરાવી
  • હાલાર અને કચ્છમાં બિપરજોયથી નુકશાન ન થાય તે માટે કર્યું પૂજન
  • તંત્ર ખડેપગે પણ શ્રધ્ધા અલગ બાબત હોવાનું હકુભાનું નિવેદન

અરબી સમુદ્રમાં કેન્દ્રીત થયેલ બિપરજોય વાવાઝોડું કચ્છ પર ત્રાટકીને સમગ્ર ગુજરાતને ધમરોળશે એવી આગાહીના પગલે કેન્દ્ર સરકારના માર્ગદર્શનથી ગુજરાત સરકારની સિધી દેખરેખ હેઠળ વહિવટી તંત્ર સહિત તમામે તમામ તંત્ર યુઘ્ધના ધોરણે કામે લાગ્યા છે, આ આફત ટળી જાય, જાનમાલને નુકશાની ન થાય એ માટે સૌ કોઇ પ્રયત્ન કરી રહયા છે ત્યારે વાવાઝોડાની આફત ટળી જાય, દરીયાદેવ શાંત થઇ જાય તે માટે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા રોજી બંદર ખાતે દરીયાદેવની ખાસ પૂજા કરવામાં આવી હતી અને ચક્રવાતની આફત ટળી જાય એ માટે પ્રાર્થના કરાઇ હતી.

નરેન્દ્રભાઈ અને અમિતભાઈની સતત નજર

આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની સંભવીત આફતને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ સતત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સંપર્કમાં છે અને જર જણાયે તમામ મદદ કેન્દ્ર તરફથી આપવા માટે એમણે આદેશ આપી દીધા છે. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રીએ વાવાઝોડાની સંભવીત આફતના અનુસંધાને અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં મંત્રીઓને જવાબદારી આપી દીધી છે, તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો એમના ક્ષેત્રમાં યુઘ્ધના ધોરણે કામે લાગ્યા છે, ગુજરાત સરકાર ખુબ ચિંતીત છે, આ સંજોગોમાં પરિસ્થિતિ સામાન્ય બને એ માટે સૌ કોઇ પ્રાર્થના કરી રહયા છે.

ભાજપનો કાર્યકર પણ લોકોની સેવા માટે સજ્જ

આ ઉપરાંત વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, સેનાની ત્રણેય પાંખ, કોસ્ટગાર્ડ અને લગત તમામ તંત્ર દ્વારા ખુબ જ આયોજનબઘ્ધ કામગીરી કરવામાં આવી રહી છે, લોકોના જાનમાલની ઓછામાં ઓછી નુકશાની માટે અગમચેતીના પગલા લેવામાં તંત્રએ કોઇ કચાસ રાખી નથી, બીજી તરફ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીના તમામ ચુંટાયેલા પ્રતિનિધીઓ, અગ્રણીઓ, કાર્યકરોને યુઘ્ધના ધોરણે કામે લાગી જવાનો આદેશ આપ્યો છે જેના ભાગપે પાર્ટીના તમામ લોકો કામે લાગ્યા છે. ગુજરાત અને દેશ પરથી વાવાઝોડાની આફત ટળે, દરીયાદેવ શાંત થાય એ માટે રોજી બંદર ખાતે લોકોની સુખાકારી ખાતર ખાસ પૂજા કરવામાં આવી હતી અને એવી પ્રાર્થના કરાઇ કે આ આફત ટળી જાય.

Back to top button