The Forgotten Hero
આજના દિવસે આપણે એક એવી વ્યક્તિને યાદ કરી રહ્યા છે જેમને આપણાં રાષ્ટ્રધ્વજની ડિઝાઈન આપી છે. ભારતના રાષ્ટ્રધ્વજને ડિઝાઇન કરનાર પિંગલી વેંકૈયાનો 2 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. પિંગલીનો જન્મ 1876માં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામડામાં થયો હતો. તેઓ માત્ર 19 વર્ષની વયે જ બ્રિટિશ સેનામાં સામેલ થઈ હતા. પણ ગાંધીજી સાથેની મુલાકાત બાદ તેમના જીવનમાં પરિવર્તન આવ્યું હતું.
ગાંધીજીથી પ્રભાવિત થઈ બ્રિટિશ સેના છોડી દીધી
પિંગલી વેંકૈયા અને મહાત્મા ગાંધી વચ્ચે આફ્રિકામાં મુલાકાત થઈ હતી. તેઓ બાપુથી પ્રભાવિત થઈ કાયમ માટે ભારત રહેવા આવી ગયા હતા. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વનો ફાળો આપ્યો હતો.
અલગ અલગ નામથી ઓળખાતા હતા
પિંગલી ભાષાના અભ્યાસુ અને લેખક હતા. 1913 તેમણે જાપાની ભાષામાં ભાષણ વાંચી સંભળાવ્યું હતું. તેમની ખાસિયતોના કારણે તેમને જાપાન વેંકૈયા, પટ્ટી (કોટન) વેંકૈયા અને ઝંડા વેંકૈયા તરીકે ઓળખવામાં આવતા હતા.
તિરંગો બનાવતા પહેલા 30 દેશોના રાષ્ટ્રધ્વજનો અભ્યાસ કર્યો
પિંગલી વેંકૈયાએ 30 દેશોના રાષ્ટ્રધ્વજનો અભ્યાસ કર્યો હતો. તેઓ 1916થી 1921 સુધી સતત રિસર્ચ કરતા હતા. ત્યારબાદ તેમણે તિરંગાની ડિઝાઇન કરી હતી. 1916માં તેમણે ભારતીય ધ્વજની ડિઝાઇનને અંગે બુક લખી હતી.
ગાંધીજીએ કર્યા હતા વખાણ
અગાઉ તિરંગામાં હિંદુઓ માટે લાલ રંગ રખાયો હતો. લીલો રંગ મુસ્લિમો માટે હતો અને સફેદ રંગ અન્ય ધર્મોનું પ્રતીક હતું. ધ્વજમાં વચ્ચે ચરખાને જગ્યા અપાઈ હતી. 1921માં મહાત્મા ગાંધીએ વિજયવાડા ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પિંગલી વેંકૈયાએ તૈયાર કરેલા તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે મંજૂરી આપી હતી. મહાત્મા ગાંધીજીએ યંગ ઇન્ડિયામાં વેંકૈયા અંગે લખ્યું હતું કે, પિંગલી વેંકૈયા આંધ્ર પ્રદેશના મચીલીપટ્ટનમ નેશનલ કોલજમાં કામ કરતા હતા. તેમને અનેક દેશોના ધ્વજનો અભ્યાસ કરીને ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બનાવી છે. આ બાબતે તેમણે પુસ્તક પણ લખ્યું છે. હું તેમણે કરેલી મહેનતની પ્રશંસા કરું છું.
તિરંગામાં થયા સુધારા
વર્ષ 1931માં તિરંગાની સ્વીકૃતી માટે દરખાસ્ત મુકાઇ હતી. ત્યારબાદ કેટલાક સુધારા થયા હતા. લાલના સ્થાને કેસરી રંગને સ્થાન અપાયું હતું. 22 જુલાઈ 1947ના રોજ સંવિધાન સભામાં તેને રાષ્ટ્રધ્વજ જાહેર કરાયો હતો. ત્યાં થોડા સમય બાદ ફરીથી રાષ્ટ્રધ્વજમાં ફેરફાર થયો અને ચરખાના સ્થાને અશોક ચક્ર મુકાયું હતું. ચરખો હટાવી લેવાના કારણે મહાત્મા ગાંધી નારાજ થયા હોવાનું પણ કહેવાય છે.
સૌ કોઈ તેમનાથી અજાણ હતા
દેશને તિરંગો આપનાર પિંગલી વેંકૈયાનું નિધન 1933માં ખૂબ ગરીબીમાં થયું હતું. નિધન સમયે તેવો ઝુંપડામાં રહેતા હતા. ત્યારબાદ લોકો તેમને એકદમ જ ભૂલાઈ જવામાં આવ્યા હતા. 2009માં પ્રથમ વખત પિંગલી વેંકૈયાના નામે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ લોકોને આપણા રાષ્ટ્રધ્વજના સર્જક અંગે ખબર પડી હતી. જેથી જ તેઓ આપણાં અમૃત રત્ન છે.
આ પણ વાંચો : ઈન્ટરનેટનો ઉપયોગ તો સૌ કોઈ કરે છે પણ WWW શું છે તે જાણો છો ?