- જેપુરા-પાવાગઢ ખાતે કરાશે‘વનકવચ’નું લોકાર્પણ
- પાવાગઢની તળેટીમાં બનેલા વન કવચનું લોકાર્પણ કરાશે
- 15 હજાર ચો.મી.માં બનેલા વન કવચનું 3જીએ મુખ્યમંત્રી લોકાર્પણ કરશે
પાવાગઢની તળેટીમાં ચાંપાનેરથી 3 કિમી દૂર વનવિભાગ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે. જે 15 હજાર ચો.મી. જમીનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ વનમાં મધ્ય ગુજરાતમાં જ જોવા મળતા 12 હજાર વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 3 ઓગસ્ટ એટલે કે આવતીકાલે ઉદ્વાટન કરવામાં આવનાર છે.કવચ વનમાં 365 મીટરના બે પાથ વે તૈયાર કરાયા છે. અહીં 270 ફૂટ લાંબો અને બે લેયરમાં એક સ્કાયવોક તૈયાર કરાયો છે. મહત્વનું છે કે, ઉદ્ઘાટન બાદ વન કવચની લોકો મુલાકાત લઇ શકશે.આ મધ્ય ગુજરાતનું એકમાત્ર વન કવચ છે.વન કવચમાં 30 પ્રકારનાં પક્ષીઓ અને પતંગિયાંની 15 જાત નોંધાઇ છે.
વડાપ્રધાને જાપાની વનથી પ્રેરણા લીધી
મહત્વનું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની મિયાંવાકી વનની મુલાકાત લીધી હતી. જેનાથી પ્રેરણા મેળવીને તેમના દ્વારા વન કવચ બનાવવાની હાકલ કરવામાં આવી હતી. જેના આધારે દેશભરમાં વનવિભાગ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેનું મુખ્યમંત્રીના હસ્તે 1.1 હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા વન કવચનું લોકાર્પણ કરાશે. આ વનમાં અંકોલ, આસન, ચારોળી, સીસમ, પત્રાલી, ટીમરુ જેવાં ઊંચાં વૃક્ષો ઉપરાંત ખેર, રિંઝડો, રૂખડો, કચનાર, ગુંડ જેવાં મધ્યમ ઊંચાઇનાં અને નાગોડ, અશ્વગંધા, બોરડી જેવાં નાનાં વૃક્ષનો પણ ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ વન કવચની સૌથી મોટી ખાસિયત ઠેકઠેકાણે કૃષ્ણ વેલ રોપવામાં આવી છે. જેના ફૂલોનાં 100 નાની અને તેના અંદરના ભાગમાં 5 મોટી પાંદડી હોવાથી તેને કૌરવ-પાંડવ ફૂલ પણ કહેવાય છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધનની સાથે વિકાસના હરિયાળા માર્ગ પર આગળ વધવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.3 ઓગસ્ટના રોજ પવિત્ર યાત્રાધામ જેપુરા-પાવાગઢ ખાતે કરશે ‘વનકવચ’ નું લોકાર્પણ. pic.twitter.com/wSTtxP7N2Y
— CMO Gujarat (@CMOGuj) August 1, 2023
આ પણ વાંચો : World Cup 2023 : ભારત અને પાકિસ્તાન મેચની તારીખને લઈને મોટો ફેરફાર,હવે આ તારીખે રમાશે મેચ
મુલાકાતીઓ માટે વોચ ટાવર તૈયાર કરાયો
આ વન કવચની હરિયાળી અને પક્ષીઓના મુલાકાતી નિહાળી શકે તે માટે વોચ ટાવર તૈયાર કરાયો છે. એક સ્કાય વોકનું નિર્માણ પણ કરાયું છે. વોચ ટાવર સાથે 270 ફૂટ લાંબો 2 લેયરમાં પાથ વે તૈયાર કરાયો છે.આ વનમાં મુલાકાતી માટે 3 ગઝીબો તૈયાર કરાયા છે. જેના ઘુમ્મટ પર જાળીદાર કલાત્મક રચના કરવામાં આવી છે.આ ઘુમ્મટની ઝીણી જાળીમાં આંબા,ખાખર અને કાંચનાર વૃક્ષોના પાંદડાંની ઝીણી કોતરણી કરાઇ છે. જે પણ આ કવચ વનના મુલાકાતીઓ માટેના આકર્ષણમાં વધારો કરશે. પાવાગઢની તળેટીમાં ચાંપાનેરથી 3 કિમી દૂર વનવિભાગ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે. જે 15 હજાર ચો.મી. જમીનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ વનમાં મધ્ય ગુજરાતમાં જ જોવા મળતા 12 હજાર વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 3 ઓગસ્ટ એટલે કે આવતીકાલે ઉદ્વાટન કરવામાં આવનાર છે.કવચ વનમાં 365 મીટરના બે પાથ વે તૈયાર કરાયા છે. અહીં 270 ફૂટ લાંબો અને બે લેયરમાં એક સ્કાયવોક તૈયાર કરાયો છે. મહત્વનું છે કે, ઉદ્ઘાટન બાદ વન કવચની લોકો મુલાકાત લઇ શકશે.આ મધ્ય ગુજરાતનું એકમાત્ર વન કવચ છે.વન કવચમાં 30 પ્રકારનાં પક્ષીઓ અને પતંગિયાંની 15 જાત નોંધાઇ છે.
મુલાકાતીઓ માટે વોચ ટાવર તૈયાર કરાયો
આ વન કવચની હરિયાળી અને પક્ષીઓના મુલાકાતી નિહાળી શકે તે માટે વોચ ટાવર તૈયાર કરાયો છે. એક સ્કાય વોકનું નિર્માણ પણ કરાયું છે. વોચ ટાવર સાથે 270 ફૂટ લાંબો 2 લેયરમાં પાથ વે તૈયાર કરાયો છે.આ વનમાં મુલાકાતી માટે 3 ગઝીબો તૈયાર કરાયા છે. જેના ઘુમ્મટ પર જાળીદાર કલાત્મક રચના કરવામાં આવી છે.આ ઘુમ્મટની ઝીણી જાળીમાં આંબા,ખાખર અને કાંચનાર વૃક્ષોના પાંદડાંની ઝીણી કોતરણી કરાઇ છે. જે પણ આ કવચ વનના મુલાકાતીઓ માટેના આકર્ષણમાં વધારો કરશે.
આ પણ વાંચો : ભાવનગરમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા 17 લોકોને કાટમાળમાંથી બચાવાયા, હાલ બચાવ કામગીરી ચાલુ