ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આજથી વરસાદી માહોલ જામશે, જાણો કયા થશે મેઘમહેર

Text To Speech
  • રાજ્ય તરફ સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ
  • દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી
  • સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા

ગુજરાતમાં આજથી વરસાદી માહોલ જામશે. જેમાં નવી સિસ્ટમ સક્રિય થતા વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. તેમજ 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે.

રાજ્ય તરફ સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ

વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્ય તરફ સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આજથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી છે. રાજ્ય તરફ સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે. જેમાં 23 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 24 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે

25 ઓગસ્ટે ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી સાથે દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 26 અને 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની પણ આગાહી આવી ગઈ છે. જેમાં આગામી આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર થતા ત્યાંથી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે તેથીગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Back to top button