ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં પવન સાથે ઠંડીનું જોર વધ્યું ડીસામાં ઠંડીનો પારો 12 ડિગ્રી પહોંચ્યો

Text To Speech
  • પવનની ગતિ તેજ રહેવાની છે હવામાન વિભાગની આગાહી
  • જ્યારે પાલનપુર 13 ડિગ્રી સાથે ઠંડુંગર
  • ઉત્તર ગુજરાતમાં ઠંડીના ચમકારની વધુ અસર

જાન્યુઆરીમાં ઠંડીનો પારો વધ્યા બાદ ફેબ્રુઆરીમાં ફરી એકવાર તાપમાનનો પારો ગગડ્યો છે. જેમાં ઘણાં વિસ્તારોમાં આજથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે. આજથી પવનની ઝડપ 20થી 30 કિ.મી. પ્રતિ કલાકની જોવા મળી રહી છે. જોકે આગામી દિવસોમાં વરસાદની આગાહી ન હોવાના કારણે ખેડૂતો માટે રાહતના સમાચાર બન્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર પવનની ગતિ તેજ રહેવાની છે જેના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું છે. જેમાં નલિયા 13 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યું છે. તો ગાંધીનગર 15.01 ડિગ્રી ,અમદાવાદ 16 ડિગ્રી નોંધાયું છે.

આ પણ વાંચો : જામનગરની રિલાયન્સ કંપનીના મોલમાં ભયાનક આગ, અડધો મોલ ખાક

અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બંન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ

આ સાથે જ રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાના અને સૌથી વધુ વાયરલ ઈન્ફેક્શનથી લોકો બીમાર પડી રહ્યા છે. જેમાં રાજ્યના અમુક વિસ્તારોમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં હજી પણ 30 ડિગ્રી સુધી રહેવાના કારણે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધું જોવા મળી શકે છે. જ્યારે વહેલી સવારે અને રાત્રે ઠંડા પવનની અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : રાધનપુરમાં મોતિયાના ઓપરેશન બાદ 5 દર્દીઓને અંધાપાની અસર, અમદાવાદ સિવિલમાં ખસેડાયા

બીજી તરફ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અરૂણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કમીમાં, 11 અને 12મી તારીખે હળવોથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં 10થી 14, મધ્ય મહારાષ્ટ્રમાં 10 અને 11, મરાઠાવાડામાં 9થી 11, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં 12થી 14, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારોમાં 13 અને 14 ફેબ્રુઆરીએ વરસાદ પડવાની આગાહી કરી છે.

Back to top button