ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું પણ હજી માવઠાની અસર, જાણો શું છે સ્થિતિ

Text To Speech

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમા ભારે પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાયો છે. છેલ્લા બે દિવસ એટલે કે શનિ અને રવિવારના રોજ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. જ્યારે ગતરોજ સોમવારે સતત વાદળો ઘેરાયેલા રહ્યાં હતા. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળો અને ગાઢ ધુમ્મસ છવાતાં બપોર સુધી હિલ સ્ટેશન જેવા દૃશ્યો સર્જાયાં હતા. વાદળો અને વરસાદી માહોલના કારણે રાજ્યમાં બે દિવસથી ઠંડીનું જોર પણ ઘટતું જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો : આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધશેઠંઠી - Humdekhengenews

અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી વધુ હતુ. બીજી તરફ મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી રહ્યું હતુ જે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી નીચું હતુ. મહત્તમ તાપમાનનો પારો ગગડતાં શહેરમાં દિવસ દરમિયાન ઠંડક રહી હતી. કચ્છના નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયુ હતુ જ્યારે પાટનગર ગાંધીનગરમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Back to top button