ચીનમાં કોરોનાના એકવાર ફરીથી ઝડપથી ફેલાવવાના સમાચારોએ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં આવનારા કેટલાક દિવસોમાં કોવિડ કેસોમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે. એક રિપોર્ટ મુજબ ચીન મોટા શહેરોમાં અંતિમ સંસ્કારની સંખ્યા અંગે માહિતી છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના લાખો લોકોને થશે ફાયદો, BU વગરના બાંઘકામ કાયદેસર કરાશે
ચીનના લોકોએ હાલમાં જ શૂન્ય કોવિડ નીતિનો વિરોધ કર્યો
ચીનના લોકોએ હાલમાં જ શૂન્ય કોવિડ નીતિનો વિરોધ કર્યો હતો. જેનાથી અધિકારીઓએ બીમારીને નિયંત્રિત કરવા માટે અમલમાં મૂકાયેલા ઉપાયો રદ કરવા મજબૂર થવું પડ્યું. જો કે આ પગલાંએ ચીનને છેલ્લા 3 વર્ષના સૌથી મહત્વપૂર્ણ કોવિડ પ્રકોપના દરવાજે લાવીને મૂકી દીધું. જેમાં આજે રાજકોટમાં વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવતી ઓસ્ટ્રેલિયાથી આવેલી છે.
આ પણ વાંચો: વાહન ચાલકને ડીસા PI આર.બી. યાજ્ઞીક દ્વારા માર મારતા 18 વર્ષ બાદ મળ્યો ન્યાય
આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ
રાજકોટના જગનાથ વિસ્તારમાં યુવતીને ક્વોરન્ટાઇન કરવાની તજવીજ હાથધરવામાં આવી છે. તથા તંત્ર દ્વારા તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ યુવતી જે જગ્યા પર રહે છે તેની આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે.