ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર રખડતા શ્વાનના “ડરથી” ફ્લાઇટ આકાશમાં રહી

અમદાવાદ એરપોર્ટ પરના રનવે પર અનેક વખત પ્રાણીઓ ઘૂસી જવાના કિસ્સા બને છે તેમ છતાં તંત્ર ઉદાસીન છે. જેમાં સપ્તાહમાં બીજી વખત અમદાવાદ એરપોર્ટ પરના રનવે પર શ્વાન ઘૂસી ગયા હતા. તેમાં એરપોર્ટ ઓથોરિટીએ જીપો દોડાવીને શ્વાનને બહાર કાઢયા હતા. તથા ત્યાં સુધી ફ્લાઇટ આકાશમાં રહી હતી.

આ પણ વાંચો: ગુજરાત સરકારે આ કંપની પાસેથી બે વર્ષમાં 8,788 કરોડની વીજળી ખરીદી

એરપોર્ટના રન-વે પર ક્યારેક ગાય, વાંદરા અને શ્વાન જોવા મળે

શહેરના રસ્તાઓ પર શ્વાનનો ત્રાસ છે પરંતુ અમદાવાદ એરપોર્ટ ઉપર પણ શ્વાનનો ત્રાસ વધી ગયો છે. એરપોર્ટના રન-વે પર ક્યારેક ગાય, વાંદરા અને શ્વાન જોવા મળે છે. એરપોર્ટની સુરક્ષામાં ક્યાંકને ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તેવી ગંભીર ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. એરપોર્ટ પર શ્વાન, વાંદરાઓ રન-વે પર આવવાની ઘટના સામાન્ય બનતી જાય છે, તેને અટકાવવા યોગ્ય કામગીરી થતી ન હોવાથી અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. સપ્તાહમાં બીજી વાર રન-વે પર શ્વાન આવી જતા દોડધામ મચી હતી. રવિવારે સાંજે શ્વાન રન-વે પર આવી જતા બે ફ્લાઈટોને આકાશમાં ચક્કર મારવા પડયા હતા. અંતે એરપોર્ટ ઓથોરિટીએ શ્વાન પાછળ જીપો દોડાવીને બહાર કાઢયા બાદ બંને ફ્લાઇટોનું લેન્ડિંગ થયું હતું.

આ પણ વાંચો: અમદાવાદના વિદ્યાર્થીએ બ્રેઈન હેમરેજને હરાવી ધોરણ-12ની પરીક્ષા આપી 

રન-વે પર શ્વાન આવી જતા બે ફ્લાઈટોને આકાશમાં જ ચક્કરો કાપ્યા

એરપોર્ટ પર એક જ અઠવાડિયામાં રન-વે પર શ્વાન આવી જવાની બીજી ઘટના બની છે. રવિવારે સાંજે એકાએક રન-વે પર શ્વાન આવી ગયા હતા. જેની જાણ થતા એરપોર્ટ ઓથોરિટીએ તેને બહાર કાઢવા ફરી એકવાર જીપો દોડાવવી પડી હતી. રન-વે પર શ્વાન આવી જતા બે ફ્લાઈટોને આકાશમાં જ ચક્કરો કાપવા પડયા હતા. શ્વાનને રન-વે પરથી બહાર કાઢયા બાદ બંને ફ્લાઈટોનું લેન્ડિંગ થઈ શક્યું હતું. શ્વાનને બહાર કાઢયા પછી કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતો સિંચાઈથી વંચિત, જાણો શું છે કારણ 

પ્રાણીઓને પકડવા એરપોર્ટ પર ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ પણ અપાયો છે તેમ છતાં શ્વાન ઘુસી જતા ગંભીર બેદરકારી છતી થઇ છે. મહત્ત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિકની સાથે ઈન્ટરનેશનલ ફ્લાઈટો પણ આવે છે. ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે રન-વે પર ઘણીવાર પક્ષીઓ તો ઘણી વાર ગાય, વાંદરા પણ જોવા મળતા હોય છે. ભૂતકાળમાં વાંદરાના કારણે ફ્લાઈટના શિડયૂલમાં ફેરફાર કરવાની પણ ફરજ પડી હતી.

Back to top button