દેશની સૌથી જૂની એરલાઇન્સની ફ્લાઈટ એટેન્ડન્ટ દેખાશે હવે વધુ સુંદર…
દેશની સૌથી જૂની એરલાઈન્સ કંપનીનો ચહેરો બદલાવા જઈ રહ્યો છે. જ્યારથી ટાટાએ દેવામાં ડૂબેલી એર ઇંડિયાને ખરીદી લીધી છે. ત્યારથી તેમાં ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આવનારા સમયમાં તમને એર ઈન્ડિયાની સાડી પહેરેલી ફ્લાઈટ એટેન્ડન્ટનો નવો લુક જોવા મળી શકે છે. ખાનગીકરણ બાદ આવી અરાહ્ય છે એર ઈન્ડિયામાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. કેબીન ક્રૂ માટે 40 પાનાનો ડ્રેસ કોડ જરી કરવામાં આવ્યો છે. જેમાં બિંદી, વીંટી, સાડી થી લઈને વાળને લઈને અલગ નિયમો બનાવામાં આવ્યા છે.
ટાટા ગ્રુપના ટેક ઓવર બાદ બદલાવ
જ્યાં સુધી એર ઈન્ડિયા સરકાર હેઠળ હતી ત્યાં સુધી કેબીન ક્રૂ માટે ડ્રેસ કોડ સરળ અને આરામદાયક હતો. પરંતુ હવે જયારે એર ઈંન્ડિયા કંપની ટાટા ગ્રુપ હેઠળ આવી છે ત્યાર બાદ, અન્ય ખાનગી એરલાઈન્સની જેમ જ ડ્રેસ કોડ ખૂબ કડક કરવામ આવી રહ્યો છે.
આ પણ વાંચો : ભારતે જીત્યો T20 વર્લ્ડ કપ, બાંગ્લાદેશને હરાવી રચ્યો ઈતિહાસ
બિંદીની સાઈઝ પણ નક્કી
40 પાનાનો ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પુરુષ અને સ્ત્રી ક્રૂ માટે કેવા કપડા પહેરવાથી લઈને બિંદી સુધીની તમામ વિગતો આ ડ્રેસ કોડમાં આપવામાં આવી છે. આમાં બિંદીની સાઈઝ 0.5 સેમીથી વધુ ન હોવી જોઈએ તેમજ મોતી પહેરવા પર પણ પ્રતિબંધ છે. સોના અને ડાયમંડના હળવી અને સાદી જવેલરીની છૂટ આપવામાં છે. જયારે ડીઝાઇનર કે રંગીન રત્નો ન પહેરવા પર ભાર મુકવામાં આવ્યો છે. તેમજ વાળનો ઝૂડો બનાવો અને તેના પર પારદર્શક નેટની ઝાળી લગાવવી. મહિલા કેબિન ક્રૂને સ્કિન ટોન અનુસાર ફાઉન્ડેશન અને કન્સિલર લગાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. એર ઈન્ડિયાના નવા ડ્રેસ કોડમાં પુરુષોઈન પણ કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં જે પુરુષો ઓછા વાળ ધરાવે છે તેમને માથું મુંડાવવાની સલાહ આપવામાં આવી છે.