જલ્દી આવશે વર્ષનું પહેલું સુર્યગ્રહણઃ આ 3 રાશિઓને કરાવશે ફાયદો
સુર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા, સુર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે. આ દરમિયાન જ્યારે પૃથ્વી, ચંદ્રમા અને સુર્ય ત્રણે એક જ રેખામાં હોય છે તો પૃથ્વીથી જોવા પર સુર્યનો કેટલોક ભાગ પુરેપરુ ઢંકાયેલો જોવા મળે છે. તેને સુર્યગ્રહણ કહેવાય છે. વર્ષનું પહેલું સુર્યગ્રહણ 10 એપ્રિલ 2023ના રોજ પડી રહ્યુ છે.
સુર્ય ગ્રહણ મેષ રાશિમાં થશે. તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે. સુર્ય ગ્રહણ 10 એપ્રિલે સવારે 7.05 વાગ્યાથી 12.29 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળો 5.24 કલાકનો રહેશે. સુર્યગ્રહણનો સુતક કાળ ભારતમાં માન્ય નહીં હોય. આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. જોકે તેના પ્રભાવથી કેટલીક રાશિઓને જબરજસ્ત લાભ થશે.
વૃષભ
સુર્યગ્રહણ તમારા જીવન પર શુભ પ્રભાવ પાડશે. તમારી સેલરીમાં વૃદ્ધિ થશે અને કાર્યસ્થળ પર કોઇ નવી જવાબદારી મળી શકે છે. નોકરીની શોધ કરી રહેલા લોકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને નવા અવસરો પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સુધરશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે.
મિથુન રાશિ
સુર્યગ્રહણનો મિથુન રાશિના લોકો પર સકારાત્મક પ્રભાવ પડશે. આ દરમિયાન આકસ્મિક ધન લાભ થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. પ્રેમ-સંતાનની સારી સ્થિતિ રહેશે. વેપાર પણ સારો રહેશે. મતલબ કે ઓલઓવર સમય સારો રહેશે. વિવાહિત લોકો માટે સંતાન પ્રાપ્તિના યોગ બનશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો પર પણ સુર્યગ્રહણનો પ્રભાવ પડશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. ભાગ્યવશ કેટલાક કામ થશે. રોકાયેલા કામ પણ થઇ શકશે. કાર્યસ્થળ પર તમારા કામના વખાણ થશે. સહકર્મીઓનો સહયોગ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે.
આ પણ વાંચોઃ બેડરૂમ અને કિચન સામસામે કેમ ન હોવા જોઇએ? જાણો શું થઇ શકે નુકશાન