ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

એર એમ્બ્યુલન્સની સેવા:ગુજરાતમાં પ્રથમ રાજકોટના દર્દીને ચેન્નાઈ એરલિફ્ટ કરાયો

Text To Speech

રાજકોટ:રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ઈમરન્જસીમાં જરૂરિયાતમંદ દર્દીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવા GVK EMRI ના સહયોગથી 108 સેવા કાર્યરત કરવામાં આવી છે. જેનો લાભ અનેક દર્દીઓને અત્યાર સુધીમાં મળ્યો છે.માસે રાજ્ય સરકાર દ્વારા 108 સેવામાં હવાઈ સેવાને સામેલ કરી એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી હતી.આ સેવાનો લાભ લેનાર પ્રથમ દર્દી રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જયકુમાર મકવાણા કે જેઓ ફેફસાની બીમારીથી પીડાતા હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી તેઓને વધુ સારવાર માટે ચેન્નાઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં.

રાજ્ય સરકાર દ્વાર શરૂ કરાયેલી એર એબ્યુલન્સની વિશેષતા
રાજકોટ 108ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરના જણાવ્યા મુજબ આ એર એમ્બ્યુલન્સ અમદાવાદથી આવે છે. જયારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નઈથી આવે તો તેમનું એરફેર વધી જાય તેમજ સમય પણ વધુ લાગે, જયારે અમદાવાદથી આવતી એર એબ્યુલન્સ ખુબ ઝડપી રીતે ગુજરાતમાં કોઈપણ સ્થળે પહોંચી શકે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર અપ્રુવલ પણ ઝડપથી મળી જાય.

એર એમ્બ્યુલન્સમાં વિવિધ સુવિધાઓ ઉપલ્બધ

એર એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલ્બધ
108 સેવા સાથે જોડાયેલી એર એમ્બ્યુલન્સમાં પણ 108 વાનની જેમ સાધન સુવિધાથી સજ્જ હોઈ છે. એર એમ્બ્યુલન્સમાં એમ.બી.બી.એસ. ડોક્ટર તેમજ પેરા મેડિકલ સ્ટાફ હાજર હોય છે. દર્દીની મેડિકલ હિસ્ટ્રી મુજબ સાધનો અને દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવે છે.

એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ કેવી રીતે મેળવશો જાણો
આ સેવાનો લાભ કેવી રીતે લેવો તે અંગે મિલનભાઈ જણાવે છે કે, આ માટે સૌપ્રથમ 108માં કોલ કરવો પડે છે, કોલ સેન્ટરમાં એર એમ્બ્યુલનસ સેવાનો લાભ લેવા માટે માહિતી આપવી પડે છે. દર્દી હવાઈ મુસાફરી માટે ફિટ છે, તે સર્ટિફિકેટ ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે પછી જ આ સેવાનો લાભ મેળવી શકે છે.આ સેવાનો લાભ મેળવવા માટે દર્દીને એરપોર્ટથી એરપોર્ટનો ચાર્જ ચૂકવવો પડે છે. એરપોર્ટ સુધી પહોંચવા માટે 108 વાનની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ છે.રાજ્ય સરકાર દ્વારા 108 હવાઈ સેવા શરૂ કરતા આવનારા સમયમાં ઈમરજન્સીમાં દેશના કોઈપણ છેડે કલાકોમાં દર્દીને સલામત રીતે સ્થળાંતરિત કરી શકાશે,

Back to top button