એરબેગ સાથેની પ્રથમ મોટરસાઇકલ, કિંમત જાણી રહી જશો દંગ
- ફોર વ્હીલર બાદ હોન્ડાની મોટરસાઈકલમાં જોવા મળી એરબેગ, ચાલો અમે તમને જણાવીએ આ એરબેગ ફીચરવાળી બાઇક વિશે…
HD ન્યૂઝ ડેસ્ક, 03 જૂન: ફોર-વ્હીલર ગાડીઓની સલામતી જેટલી મહત્વની છે તેટલી જ સલામતી બાઇક સવારો માટે જરુરી છે. ખાસ કરીને બાઈકમાં એરબેગ સેફ્ટી ખૂબ જ મહત્વની બાબત છે, કારણ કે કાર કરતાં મોટરસાઈકલમાં સેફ્ટીની વધુ જરૂર છે. આવી સ્થિતિમાં હોન્ડા એક એવી કંપની છે જેણે એરબેગ સાથે બાઇક લોન્ચ કર્યું છે અને તે વેચી રહી છે. Honda Goldwing 2024 એ એક બાઇક છે જે એરબેગ સાથે આવે છે.
ભારતીય બજારમાં Honda Goldwing 2024 ઉપલબ્ધ, કિંમત અધધત..
હોન્ડાની Honda Goldwing 2024 મોટરસાઇકલ ભારતીય બજારમાં ખરીદી માટે પણ ઉપલબ્ધ છે. તમે તેને બેંગલુરુ, કોચી, મુંબઈ, ઈન્દોર, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદમાં સ્થિત હોન્ડાની વિશિષ્ટ બિગવિંગ ટોપલાઈન ડીલરશીપ પરથી ખરીદી કરી શકો છો. ભારતમાં તેની ઓન-રોડ કિંમત 50 લાખ રૂપિયાની આસપાસ છે. એટલે કે તેની કિંમત લગભગ 11 મારુતિ અલ્ટો (ઓન-રોડ કિંમત) જેટલી થાય છે. અલ્ટોના બેઝ મોડલની એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે. દેશની આ પહેલી મોટરસાઇકલ છે જે એરબેગ સેફ્ટી સાથે આવે છે.
Honda Goldwing 2024નું એન્જિન
હોન્ડા ગોલ્ડવિંગમાં એક મજબુત 1833cc, લિક્વિડ કૂલ્ડ, 24 વાલ્વ ફ્લેટ, 6-સિલિન્ડરનું એન્જિન આવે છે, જે 170Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેમાં 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તેની ટોપ સ્પીડ 230 કિલોમીટર પ્રતિ કલાક છે.
Honda Goldwing 2024ની વિશેષતાઓ
આ મોટરસાઇકલમાં USB Type C ચાર્જિંગ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, gyroscope અને 7-inch રંગીન TFT ડિસ્પ્લે સાથે આવે છે, જે Apple CarPlay અને Android Auto સપોર્ટ સાથે આવે છે. આ સિવાય આ બાઈક ચાર રાઈડિંગ મોડ સાથે આવે છે. જેમાં ટૂર, ઈકોન, રેઈન અને સ્પોર્ટ સામેલ છે. સલામતી સુવિધાઓ વિશે વાત કરીએ તો એરબેગ સિવાય તે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સાથે પણ આવે છે. બાઇકમાં વિસ્તૃત ઇલેક્ટ્રિક સ્ક્રીન પણ આપવામાં આવી છે. જેને ડાબા હેન્ડલબારથી નિયંત્રિત કરી શકાય છે.
Honda Goldwing 2024ની એરબેગ
હોન્ડા ગોલ્ડવિંગ ટૂરમાં આગળના ભાગમાં સિંગલ એરબેગ આપવામાં આવી છે, જે અકસ્માત અથવા અથડામણના કિસ્સામાં ખુલી જાય છે અને ડ્રાઇવરનો જીવ બચાવવાનું કામ કરે છે. આ સિવાય આ બાઇકમાં ક્રૂઝ કંટ્રોલ, HSTC (હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ), 21 લીટર ફ્યુઅલ ટેન્ક અને ટ્રેક્શન કંટ્રોલ ફીચર પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: શું QR કોડ પણ ભૂતકાળ બની જશે? શું તમારી હથેળી જ પેમેન્ટ કરી શકાશે? જાણો