આજે બે મહત્વની મેચ, દાવ પર છે ત્રણ ટીમની સેમીફાઈનલની દાવેદારી !
T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022)માં આજે ગ્રુપ-2ની ચાર ટીમો મેદાનમાં ઉતરશે. સવારે પહેલી ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્સ (ZIM vs NED) વચ્ચે મેચ અને બપોરે ભારત-બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે મુકાબલો થશે. નેધરલેન્ડ પહેલેથી જ સેમિફાઇનલની રેસમાંથી બહાર છે, પરંતુ બાકીની ત્રણ ટીમો આ રેસમાં યથાવત છે. આજની મેચ જીતીને આ ત્રણેય ટીમો આગામી રાઉન્ડ માટે પોતાનો દાવેદારી મજબૂત કરવા માંગશે.
નેધરલેન્ડ vs ઝિમ્બાબ્વેઃ
આ બંને ટીમો વચ્ચેની મેચ સવારે 9.30 વાગ્યે શરૂ થશે. નેધરલેન્ડ અત્યાર સુધીમાં સુપર-12 રાઉન્ડની ત્રણેય મેચ હારી ચૂક્યું છે. તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આ સાથે જ ઝિમ્બાબ્વેની ટીમ એક હાર, એક જીત અને એક અનિર્ણિત મેચ બાદ 3 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. ઝિમ્બાબ્વેની ટીમે સુપર-12 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. આજની મેચમાં પણ આ ટીમનું પલડું ભારે જણાઈ રહ્યું છે.
ભારત vs બાંગ્લાદેશ:
બંને ટીમો બપોરે 1.30 વાગ્યે સામસામે ટકરાશે. આ બંને ટીમોએ સુપર-12 રાઉન્ડની 2-2 મેચ જીતી છે. ભારતે પાકિસ્તાન અને નેધરલેન્ડને હરાવ્યું છે. આ સાથે જ બાંગ્લાદેશે નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેને હરાવ્યું છે. બંને ટીમો સાઉથ આફ્રિકા સામેની મેચ હારી ચૂકી છે. આ મેચ જીતનારી ટીમ સેમીફાઈનલમાં પોતાનો દાવો મજબૂત કરી શકે છે. હાલમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જણાય છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 11 T20 મેચોમાં ટીમ ઈન્ડિયાએ 10 મેચ જીતી છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2022: ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની મેચ વરસાદનાં લીધે ધોવાઈ, જાણો ગ્રુપ-1ની સ્થિતિ