વર્ષની પહેલી ગુપ્ત નવરાત્રી શરૂ થશે આ દિવસે, જાણી લો ઘટસ્થાપનાના મૂર્હુત


વર્ષ 2023ની પહેલી નવરાત્રિ 22 જાન્યુઆરીએ શરૂ થઇ રહી છે. આ મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ હશે. ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની ઉપાસના કરવામાં આવે છે. આ નવરાત્રિમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવે છે. ગૃહસ્થજીવન વાળા લોકોએ ગુપ્ત નવરાત્રિમાં દેવીની સામાન્ય પુજા કરવી જોઇએ.
ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓ માતા કાલી, માતા તારા, માતા ત્રિપુર સુંદરી, માતા ભુવનેશ્વર, માતા છિન્નમસ્તા, માતા ત્રિપુર ભૈરવી, માતા ધુમાવતી, માતા બગલામુખી, માતા માતંગી, માતા કમલા છે. ગુપ્ત નવરાત્રિમાં ગૃહસ્થ જીવનવાળા નવ દિવસ સુધી દુર્ગા સપ્તશીનો પાઠ કરે અને માતા દુર્ગાની પુજા કરે. સાથે સાથે દેવી દુર્ગાના નવાર્ણ મંત્રની રોજ એક માળા જપે. તેનાથી દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે.
ક્યારે છે ગુપ્ત નવરાત્રિ?
મહા મહિનાના શુક્લ પક્ષની એકમ એટલે કે 22 જાન્યુઆરી, 2023થી 30 જાન્યુઆરી 2023 સુધી ગુપ્ત નવરાત્રિ રહેશે. આ નવ દિવસ તમે ગુપ્ત રીતે તંત્ર સાધના કરીને દેવીને પ્રસન્ન કરી શકો છો. મહા મહિનાની શુક્લ પક્ષની એકમ 22 જાન્યુઆરીના રોજ સવારે 2.22 મિનિટે શરૂ થશે અને 22 જાન્યુઆરીએ રાતે 10.27 મિનિટ પર સમાપ્ત થશે.
જાણો ઘટસ્થાપનના શ્રેષ્ઠ મુહુર્ત
ગુપ્ત નવરાત્રિમાં એકમના રોજ સવારે ઘટસ્થાપના કરવામાં આવે છે. 22 જાન્યુઆરી 2023ના દિવસે કળશસ્થાપનાનું મુહુર્ત 10.04થી સવારે 10.51 વાગ્યા સુધી છે. ઘટસ્થાપનાનું અભિજિત મુહુર્ત બપોરે 12.17થી બપોરે 1.00 વાગ્યા સુધી રહેશે.
આ પણ વાંચોઃ વસંતપંચમી વિદ્યાર્થીઓ માટે હોય છે ખાસઃ રાશિ પ્રમાણે કરો પૂજા