ટ્રેન્ડિંગમનોરંજન

ધ ક્રૂની પહેલી ઝલક આવી સામે, નવી રિલીઝ ડેટ થઈ જાહેર

Text To Speech

મુંબઈ, 02 ફેબ્રુઆરી : કરીના કપૂર, તબ્બુ અને ક્રિતિ સેનનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ ક્રૂ’ને અંગે ઘણા સમયથી લોકોમાં ભારે ચર્ચા જોવા મળી છે. દર્શકો આતુરતાથી ધ ક્રૂની રિલીઝ અને સ્ટાર કાસ્ટનો અનેરો અંદાજ જોવા માંગે છે. કરીના, તબ્બુ અને ક્રિતિની ‘ધ ક્રૂ’ના ટીઝરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ટીઝરમાં ત્રણેય અભિનેત્રીઓની પ્રથમ ઝલક પણ જોવા મળી છે. ફિલ્મ ‘ધ ક્રૂ’નો ફર્સ્ટ લૂકનો વીડિયો આજે રિલીઝ કરવામાં આવ્યો છે. આ પહેલા ચર્ચા હતી કે આ ફિલ્મ 22 માર્ચે રિલીઝ થશે.

ધ ક્રૂનું ટીઝર

કરીના કપૂર ખાન, ક્રિતિ સેનન અને તબ્બુએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના ફેન્સને ખુશખબર આપી છે. ફિલ્મ ‘ધ ક્રૂ’ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. સાથે જ લીડ એક્ટ્રેસસનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે. ‘ધ ક્રૂ’નું ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. તેનું ખાસ કારણ તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે જે લોકોમાં ચર્ચાનું કારણ છે.

જુઓ વીડિયો 

 

View this post on Instagram

 

A post shared by SIFRA (@kritisanon)

ક્રૂની નવી રિલીઝ તારીખ

ફિલ્મ ‘ધ ક્રૂ’ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ 22 માર્ચે રિલીઝ થવાની હતી. ‘ધ ક્રૂ’ના ટીઝરની શરૂઆત પ્લેન ટેકઓફથી થાય છે અને અભિનેત્રીઓના નામ જાહેર કરવામાં આવે છે. વીડિયોમાં પ્લેનનો કેપ્ટન જાહેરાત કરતો સંભળાય છે, ‘મહિલાઓ અને સજ્જનો, આજની ફ્લાઇટમાં તમારું સ્વાગત છે… અમારું ક્રૂ તમારું ધ્યાન રાખશે, પરંતુ અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે તમારા ચોલીને ચુસ્તપણે બાંધી લો. જેથી હૃદય બહાર ન આવી જાય. ‘ આ ટીઝરમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતની ફિલ્મ ‘ખલનાયક’નું હિટ ગીત ‘ચોલી કે પીછે ક્યા હૈ’ સાંભળવા મળી રહ્યું છે.

ફિલ્મ ધ ક્રૂની સ્ટોરી 

રાજેશ કૃષ્ણન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એકતા કપૂર અને રિયા કપૂર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને અબુ ધાબીમાં થયું છે. ફિલ્મ ‘ધ ક્રૂ’ની વાર્તા ત્રણ સખત મહેનત કરતી મહિલાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, તબ્બુ, ક્રિતિ સેનન અને દિલજીત દોસાંઝ છે. 2018ની કોમેડી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ પછી એકતા અને રિયાની આ બીજી ફિલ્મ છે.

આ પણ વાંચો : સાઉથના સ્ટાર થલપતિ વિજયે રાજકારણમાં ઝંપલાવ્યું, રાજકીય પક્ષની કરી રચના

Back to top button