ટ્રેન્ડિંગમનોરંજન

‘ફ્રીડમ એટ મિડનાઈટ’ની પહેલી ઝલક આવી સામે, ‘સ્કેમ 1992’નો આ અભિનેતા ગાંધીજીના રોલમાં

Text To Speech
  • હવે નિખિલ અડવાણી સ્વતંત્રતાના સંઘર્ષની કહાની લઈને આવ્યા છે. નિખિલ અડવાણીએ આજે 2 મેના રોજ પોતાની સીરીઝ ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ની પહેલી ઝલક બતાવી છે

2 મે, મુંબઈઃ ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણીની સીરીઝ ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ની પહેલી ઝલક સામે આવી ચૂકી છે. હિન્દી સિનેમામાં શરૂ થયેલી સ્વતંત્રતાની કહાનીઓને અલગ અલગ ફિલ્મ્સ અને વેબસીરીઝ દ્વારા કહેવામાં આવે છે. હવે નિખિલ અડવાણી સ્વતંત્રતાના સંઘર્ષની કહાની લઈને આવ્યા છે. નિખિલ અડવાણીએ આજે 2 મેના રોજ પોતાની આ સીરીઝની પહેલી ઝલક બતાવી છે.

નિખિલ અડવાણીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના પાત્રો જોવા મળી રહ્યા છે. આ વેબ સીરીઝને સોની લિવ પર પ્રસારિત કરવામાં આવશે.

આ છે વેબ સીરીઝના મુખ્ય કલાકાર

કલાકારોની વાત કરીએ તો જુબલીમાં જોવા મળી ચૂકેલો સિદ્ધાંત ગુપ્તા પંડિત જવાહરલાલ નહેરુનો રોલ ભજવશે, તો ‘સ્કેમ 1992’માં જોવા મળેલો ચિરાગ વોહરા મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવશે. ટીવી અભિનેતા રાજેન્દ્ર ચાવલા સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા ભજવતો જોવા મળશે.

કોણ છે કહાનીના લેખક?

નિખિલ અડવાણી આ સીરીઝના ડિરેક્ટર છે. કહાનીના લેખક છે અભિનંદન ગુપ્તા, અદ્રિતિય કરેંગ દાસ, ગુંદીપ કૌર, દિવ્ય નિધિ શર્મા, રેવંત સારાભાઈ અને એથન ટેલર. નિખિલ અડવાણીનું કહેવું છે કે આ સીરીઝ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુંને શ્રદ્ધાંજલિ છે.

આ સીરીઝને સ્ટૂડિયોનેક્સ્ટ અને અડવાણીની એમ્મે ઈન્ટરનેશનલ એક સાથે પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સીરીઝ ડોમિનિક લાપિઅરે અને લેરી કોલિન્સના પુસ્તક પર આધારિત હશે.

આ પણ વાંચોઃ ધર્મેન્દ્ર અને હેમામાલિનીની 44મી એનિવર્સરી, પોસ્ટ કર્યો રોમેન્ટિક વીડિયો

Back to top button