ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોદીની નવી કેબિનેટનો પહેલો નિર્ણય, પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બનાવાશે

Text To Speech

દિલ્હી, 10 જૂન: મોદી સરકાર 3.0 ની પ્રથમ કેબિનેટ બેઠકમાં PM આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નવા મકાનો બનાવવામાં આવશે તેમાં એલપીજી કનેક્શન, વીજળી કનેક્શન અને નળ કનેક્શન પણ હશે. આ પહેલા છેલ્લા 10 વર્ષમાં અંદાજે 4.21 કરોડ મકાનો બન્યા હતા. એવું માનવામાં આવે છે કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આવાસ યોજના અંગે જે વચન આપ્યું હતું તે વચન આ નિર્ણય લઈને પીએમ મોદીની કેબિનેટે મેનિફેસ્ટોનું પહેલું વચન પૂરું કર્યું છે.

પીએમ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં શપથ લેનારા કેબિનેટ મંત્રીઓએ ભાગ લીધો હતો. પીએમ હાઉસમાં ચાલી રહેલી આ બેઠકમાં અમિત શાહ, સર્બાનંદ સોનોવાલ, રાજનાથ સિંહ, મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ, લલન સિંહ સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા છે. આ પહેલા આજે મોદી PMO પહોંચ્યા હતા અને કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડીને ત્રીજા કાર્યકાળનો પ્રથમ નિર્ણય લીધો હતો.

મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠકના અપડેટ્સ:

  • મોદી સરકાર જે નવા 3 કરોડ ઘર બનાવશે તેમાં એલપીજી, વીજળી કનેક્શન અને નળ કનેક્શન પણ ઉપલબ્ધ થશે. અગાઉ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, છેલ્લા 10 વર્ષમાં પાત્ર ગરીબ પરિવારો માટે લગભગ 4.21 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે.
  • મોદી સરકાર 3.0ની પ્રથમ કેબિનેટ બેઠકમાં પીએમ આવાસ યોજનાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટે દેશમાં 3 કરોડ ઘર બનાવવાનો નિર્ણય લીધો છે. આ મકાનો શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બનાવવામાં આવશે.
  • બેઠકમાં કેબિનેટની મંજૂરી બાદ રાષ્ટ્રપતિને સંસદનું સત્ર બોલાવવાની માંગ પણ કરવામાં આવી શકે છે.
  • ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ કહ્યું છે કે હું ખૂબ જ ખુશ છું કે કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં મેટ્રોના વિસ્તરણનો નિર્ણય લેવામાં આવશે, આ નિર્ણયથી મારી ઈચ્છા પુરી થઈ જશે.
  • પીએમ મોદીએ કહ્યું કે 10 વર્ષ પહેલા આપણા દેશમાં એવી છબી હતી કે PMO સત્તાનું કેન્દ્ર છે. પીએમઓ લોકોનું પીએમઓ હોવું જોઈએ, તે મોદીનું પીએમઓ ન હોઈ શકે.

આ પણ વાંચો: ‘…આ મોદીનું PMO ન હોઈ શકે’, ત્રીજી વખત પદ સંભાળતાની સાથે જ વડાપ્રધાને આવું કેમ કહ્યું?

Back to top button