- મહેસાણાની સ્ત્રીએ સુરતની હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની સર્જરી કરાવી
- બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કરી પુરૂષનું બર્થ સર્ટિફિકેટ ઈશ્યુ કરાયું
- પુરુષ જાતિ અને નવા નામ વાળું જન્મનું પ્રમાણપત્ર ઈશ્યૂ કરાયું
ગુજરાતની નગરપાલિકામાં બર્થ સર્ટિફિકેટમાં જાતિ પરિવર્તન થયાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહેસાણાની લિંગ પરિવર્તન કરાવનાર 25 વર્ષની યુવતીને પુરુષનું બર્થ સર્ટિફિકેટ મળ્યું છે. મહેસાણાની સ્ત્રીએ સુરતની હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની સર્જરી કરાવેલી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર
બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કરી પુરૂષનું બર્થ સર્ટિફિકેટ ઈશ્યુ કરાયું
દસ મહિનાની પ્રક્રિયા બાદ બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કરી પુરૂષનું બર્થ સર્ટિફિકેટ ઈશ્યુ કરાયું છે. મહેસાણા તાલુકાના એક ગામની મહિલાએ સપ્ટેમ્બર 1997માં શહેરી વિસ્તારની એક હોસ્પિટલમાં પોતાની દીકરીને જન્મ આપ્યો હતો. જે દિકરીએ પોતાના જન્મના 25 વર્ષે ભર યુવાનીમાં પોતે યુવતીમાંથી યુવક બનવા સુરતની એક હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની સર્જરી કરાવી હતી. લિંગ પરિવર્તન બાદ યુવતીમાંથી યુવક બનેલા વ્યક્તિએ પોતાના જન્મના પ્રમાણ પત્રમાં પોતાનું નામ અને જાતિ બદલાવવા માટે મહેસાણા નગરપાલિકા કચેરી આવી જન્મ-મરણ શાખામાં અરજી કરી છે. પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેની અરજી મળતા તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું.જો કે, દસ મહિનાની પ્રક્રિયા બાદ આ યુવતીના બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કરી પુરૂષનું બર્થ સર્ટિફિકેટ ઈશ્યુ કરાયું હતું.
આ પણ વાંચો: ચીનમાં વાઇરસના પ્રકોપે અમદાવાદની હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ ગોઠવાયા
પુરુષ જાતિ અને નવા નામ વાળું જન્મનું પ્રમાણપત્ર ઈશ્યૂ કરાયું
લિંગ પરિવર્તનની સર્જરી બાદ 25 વર્ષીય સ્ત્રી પોતે પુરુષ હોવાનું જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરતા મહેસાણા પાલિકા દ્વારા ઉપરી વિભાગમાં આ અંગેનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. ત્યાં સરકારના ગૃહ વિભાગમાંથી કાયદાની જોગવાઈ મુજબ નિયમાનુસાર અરજદારના લિંગ પરિવર્તનના પુરાવા મેડિકલ સર્ટિફ્કિેટ આધારે અરજીનો નિકાલ કરવા અભિપ્રાય આપ્યો હતો. ત્યાં મહેસાણા પાલિકા દ્વારા નિયમાનુસાર પ્રોટેક્શન એકટની કલમ 7 મુજબ અરજદારનું નામ અને સ્ત્રી જાતિના જન્મના પ્રમાણપત્ર સુધારો કરી પુરુષ જાતિ અને નવા નામ વાળું જન્મનું પ્રમાણપત્ર ઈશ્યૂ કરાયું હતું.