સુપ્રીમ કોર્ટ પરિસરમાં વિકલાંગ લોકો દ્વારા સંચાલિત પ્રથમ કાફે શરુ
- કાફે સંપૂર્ણપણે વિકલાંગ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે
- મુખ્ય ન્યાયાધીશે કાફેનું ઉદ્ઘાટન કર્યું
- સાંકેતિક ભાષામાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે (CJI Chandrachud) અન્ય ન્યાયાધીશો સાથે આજે ભારતની સર્વોચ્ચ અદાલતના (Supreme court) પરિસરમાં મિટ્ટી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. નવનિર્મિત કાફે સંપૂર્ણપણે વિકલાંગ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. કાફેના મેનેજર દૃષ્ટિહીન છે અને તેમને મગજનો લકવો છે. આ પ્રસંગે નાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રગીત પણ સાંકેતિક ભાષામાં ગાવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન CJIએ દરેકને કાફેમાં આવવા અને આ પહેલને સમર્થન આપવા વિનંતી કરી હતી. મિટ્ટી કાફે (Mitti cafe) એક NGO દ્વારા ચલાવવામાં આવે છે જે ખાસ જરૂરિયાતો ધરાવતા લોકો સાથે કામ કરે છે. બિન-લાભકારી સંસ્થા તેમને રોજગારીની તકો પૂરી પાડે છે.
બેંગલુરુ એરપોર્ટ અને વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓની ઓફિસો સહિત સમગ્ર ભારતમાં પહેલેથી જ 35 કાફે ચાલી રહ્યાં છે. NGOએ 2017 માં તેનું કાર્ય શરૂ કર્યું અને ખાસ વિકલાંગ લોકો માટે નોકરીની તકો ઊભી કરી છે. તેમની વેબસાઇટ અનુસાર તેઓએ તેમની શરૂઆતથી અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ ભોજન પીરસ્યું છે અને કેટરિંગ સેવા પણ શરૂ કરી છે. કાફે એવો પણ દાવો કરે છે કે તે ગરીબોને પૌષ્ટિક ખોરાક આપે છે.
આ પણ વાંચો, રાજસ્થાનમાં ભાજપના ઉમેદવારને MLAનું ફૂલફોર્મ ખબર નથી, જૂઓ વીડિયો