અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદમાં દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર, ભલભલા એરપોર્ટને ઝાંખું પાડી દે તેવું સૌદર્ય !

  • દેશના પહેલા બુલેટ ટ્રેન સ્ટેશન એવા સાબરમતીના મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનું અનાવરણ
  • સાબરમતીના મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ગજબના સૌદર્ય, અદભૂત કારીગરી સાથે તૈયાર
  • કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલનો વીડિયો કર્યો શેર

અમદાવાદ, 8 ડિસેમ્બર : અમદાવાદની આન-બાન-શાનમાં વધારો કરતુ સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે શાનદાર અને ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ હબ બનીને તૈયાર થઈ ગયું છે. ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ શાનદાર પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેમાં કલા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા વિવિધ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જો કે, આ સેવાથી લોકોને અનેક ગણું લાભ થશે અને અમદાવાદને અદ્ભૂત અને ગજબની ભેટ મળશે. આ ટ્રેન પ્રોજેક્ટને 2017માં PM મોદી અને જાપાનના ભૂતપૂર્વ PM શિન્ઝો આબે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

 

પ્રોજેકટ પાછળ આશરે રૂપિયા 1,08,000 કરોડનો ખર્ચ !

ઉલ્લેખનીય છે કે, આ અમદાવાદની આન-બાન-શાન સમાન પ્રોજેક્ટમાં ટનલ અને અંડરસીઝ સાથે 508 કિલોમીટર લંબાઈની ડબલલાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, ખર્ચની વાત કરીએ તો આ પ્રોજેકટ પાછળ આશરે રૂ. 1,08,000 કરોડ થશે. જે ખર્ચમાં 81% જાપાનીઝ સોફ્ટ લોન દ્વારા વાર્ષિક 0.1% દરે લેવામાં આવશે અને જેમાં 15 વર્ષનો ગ્રેસ પીરિયડ સહિત 50-વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો નક્કી કરાયા હોવાની માહિતી મળી છે.

 

ગજબનું સૌદર્ય અને અદભૂત કલા કારીગરીનું નજરાણું

 

દેશનું આ પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ હબએ અમદાવાદ અને મુંબઈ વચ્ચે કાર્યરત ભારતની શરૂઆતની બુલેટ ટ્રેનના મુસાફરોને સેવા આપવા માટે તૈયાર છે. આ ટર્મિનલ હબએ ગજબના સૌદર્યનું ઉદાહરણ છે તેમજ અદભૂત કારીગરી શૈલી કંડારવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય સહાયથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 2.07 કલાકમાં બે મોટા શહેરોને જોડવાની વાત છે. આ પ્રોજેક્ટ વિશે વિગતવાર વાત કરવામાં આવે તો વર્ષ 2017માં PM નરેન્દ્ર મોદી અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓ :ગુજરાતના ગરબાને ગ્લોબલ હેરિટેજમાં સ્થાન મળતા અંબાજી મંદિરમાં ગરબા યોજી કરાઈ ઉજવણી

Back to top button