ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બીજી વખત સરકાર બની ત્યાર બાદનું પહેલા બજેટ સત્રની શરૂઆત આગામી 20 ફેબ્રુઆરીના રજુ થશે. રાજયના નાણા પ્રધાન કનુ દેસાઈ નવી બનેલી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. આગામી 21 ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ રજૂ થશે. બજેટ સત્ર દરમિયાન 30 દિવસ સુધી વિધાનસભાની કામગીરી ચાલશે.
આ પણ વાંચો : ખોડલધામ ટ્રસ્ટમાં પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ સહિત 43 નવા સભ્યોનો સમાવેશ
મહત્વનું છે કે, ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ નવી સરકારનું આ પહેલું બજેટ સત્ર હશે. જેમાં નાણામંત્રી તરીકે કનુ દેસાઈનું બીજુ બજેટ હશે. વર્ષ 2022માં તેમણે કોઈ પણ કરવેરા વિનાનું રૂપિયા 2,43,965 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જો કે આ વખતે સ્થિતિ કઇક અલગ હશે. ત્યારે બજેટ માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ગત વર્ષે રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ હતી. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી હતી તો સૌરાષ્ટ્રમાં 3 મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવી હતી.