ગુજરાતટોપ ન્યૂઝનેશનલબિઝનેસવિશેષહેલ્થ

ભારતના સૌપ્રથમ API પ્રોટીન પ્લાન્ટનો ગુજરાતમાં વિધિવત પ્રારંભ

  • દિગ્ગજ રાજકારણી શરદ પવારના હસ્તે પ્લાન્ટનું ઉદ્દઘાટન
  • દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની વિશિષ્ટ હાજરી
શરદ પવાર (1)
શરદ પવાર (1)

હમ દેખેંગે ન્યૂઝ ડેસ્ક: ભારતમાં પ્રથમ વખત અમદાવાદ શહેરમાં આજે 23 સપ્ટેમ્બરે ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક્ઝિમપાવર ઈનોવેશન પ્રા. લિ.ના API પ્રોટિન ઉત્પાદનના એકમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વરિષ્ઠ ભારતીય રાજકારણી NCPના વડા શરદ પવાર અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ, અદાણી ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ ગૌતમ અદાણી હાજર રહ્યા હતા.

ઉદ્દઘાટન સમારંભ બાદ કંપની ડિરેક્ટેર પ્રકાશ ગણપત ખલાટે જણાવ્યું હતું કે કોલોસ્ટ્રમને પ્રોસેસ કરવું ખૂબ જ મુશ્કેલ છે, અમારી ટીમની મદદથી અમે આ અઘરાં કામનો ગુજરાતમાં પ્રારંભ કરી શક્યા છીએ. સાથે તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં ઉત્પાદન કરેલા ઉત્પાદનનો ભારતની બહાર તો વેચવામાં આવશે પણ ભારતની સંપૂર્ણ માંગ પૂરી થાય એવા અમારા પ્રયાસ રહેશે.

આ ઉત્પાદન એકમના ઉદ્દઘાટન માટે ખાસ આવેલા દેશના વરિષ્ઠ નેતા શરદ પવારે કંપનીના ડિરેક્ટરો તેમજ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વધારે કશું બોલવાનું ટાળ્યું હતું, પરંતુ કંપની ડિરેક્ટેરોને અભિનંદન અને કંપનીની પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી.

એક્ઝિમપાવર ભારતની પ્રથમ API પ્રોટિન ઉત્પાદન કરનાર કંપની

એક્ઝિમપાવર ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ એ ભારતમાં લેક્ટોફેરીન (LF), પ્રોલાઇન-રિચ-પોલિપેપ્ટાઇડ (PRP), ઇમ્યુનોગ્લોબ્યુલિન (IgG), મિલ્ક-ફાર-ગ્લોબ્યુલ-મેમ્બ્રેન (MFGM) જેવા API ઉત્પાદનોના પ્રથમ ઉત્પાદક છે અને આ એકમ આપણા દેશનું પ્રથમ ઉત્પાદન એકમ છે. ગુજરાત અને રાજેસ્થાનની ગીર ગાય વાછરડાને જન્મ આપે પછીના પ્રથમ બે દિવસનું તેનું દૂધમાં આવા કોલોસ્ટ્રમ (Colostrum) ની હાજરી પ્રોટીનના ઉત્પાદન માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે. ગાયોના પ્રથમ ધાવણમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પ્રોટીનનું ઉત્પાદન હાલમાં વિશ્વભરમાં બહુ ઓછા દેશો આવા પ્રોટીનનું ઉત્પાદન કરવામાં આવે છે , પરંતુ ભારતમાં હજુ સુધી આવા પ્રોટીનનું ઉત્પાદન કરનાર એકપણ કંપની નથી જેઓ આ ઉત્પાદનોનું ઉત્પાદક કરી રહ્યા હોય અને હવે એક્ઝિમપાવર ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ આ શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. આ કંપની ઉત્પાદન એકમ USFDA, BRC, DCGI, WGMP પ્રમાણપત્રો અનુસાર ડિઝાઇન અને સજ્જ છે. ગાયના કાચા દુધમાં મોજુદ કોલોસ્ટ્રમને ભેગુ કરવા એક્ઝિમપાવર ગુજરાતન અને રાજસ્થાનના 7.5 લાખ કરતા વધુ ખેડૂતો સાથે સંકળાયેલી છે. સામન્ય રીતે ખેડૂતોને કાચા દુધમાં મોજુદ કોલોસ્ટ્રમ વેચવા બદલ કોઈ નાણાકીય રકમ મળતી નથી ત્યારે એક્ઝિમપાવર કંપની ખાતરી કરશે કે કોઈ ખેડૂતને પૈસાની અછત ન થાય.

એક્ઝિમપાવર ભારતની પ્રથમ API પ્રોટિન ઉત્પાદન કરનાર કંપની
એક્ઝિમપાવર ભારતની પ્રથમ API પ્રોટિન ઉત્પાદન કરનાર કંપની

આ રીતે થશે પ્રોસેસ

ગુજરાતન અને રાજસ્થાનના 7.5 લાખ કરતા વધુ ખેડૂતો પાસેથી ખરીદેલું દુધ કોલ્ડ કનટેનરમાં કંપની સુધી લાવ્યા બાદ તરત કોઈ સ્ટોરેજ કર્યા વગર ક્વૉલિટી જાણવી રાખવા આગળ પ્રોસેસ કરવામાં આવશે.

એક્ઝિમપાવર દ્વારા API પ્રોટીનનો ઉપયોગ હેલ્થ સપ્લીમેન્ટમાં થશે, સૌંદર્ય પ્રસાધનો અને બેબી ઉત્પાદનોમાં થશે. આ ઉત્પાદનો વિવિધ બીમારી અને વાયરસ સામે રક્ષણ આપવામાં સક્ષમ રહેશે, આ ઉત્પાદનોનો ઉપયોગ એડિટિવ ટ્રીટમેન્ટ, થ્રોનિક ઇનફ્લેમેટરી ડિસીઝ અને કેન્સરમાં પણ થાય છે.

એક્ઝિમપાવર ઈનોવેશન પ્રા.લિ. દ્વારા ગેલોપ્સ ઔદ્યોગિક પાર્કની પસંદગી

ગેલોપ્સ પાર્ક-NDNews
ગેલોપ્સ પાર્ક

નોંધપાત્ર છે કે, એક્ઝિમ કંપનીએ તેનો આ પ્લાન્ટ ગુજરાતના મોસ્ટ હેપનિંગ ઔદ્યોગિક પાર્કમાં સ્થાપ્યો છે. ચાંગોદર અને બાવળાની વચ્ચે આવેલા આ ઔદ્યોગિક પાર્કનું સ્વપ્ન સ્વર્ગસ્થ નરસિભાઈ ગણપતભાઈ પટેલે (એનજી ગ્રુપ) જોયું હતું. તેમનું સ્વપ્ન આજે ગુજરાતના સૌથી વિશાળ પાર્કના સ્વરૂપમાં સાકાર થયું છે જ્યાં હજારો લોકોને રોજગારી મળે છે. ગેલોપ્સ સૌથી વિશાળ ઔદ્યોગિક પાર્ક છે જેમાં એમેઝોન સેલર સર્વિસ, ઇન્ફિટી રિટેલ્સ – ટાટા ક્રોમા, ઇન્ટેલિજન્ટ સપ્લાય ચેઇન ઇન્ફ્રા – રિલાયન્સ જિયો માર્ટ, નાયકા ઇ-રીટેલ પ્રાઇવેટ લિમિટેડ, વેસ્ટાસ, SMC ન્યુમેટિક (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, ગુરિત-વિન્ડ પ્રાઇવેટ લિમિટેડ, IBCC ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિ, મેરેથોન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ – રીગલ,પ્રીમિયર એન્જીનિયર એન્ડ ઇક્વિપમેન્ટ એમજીએફ કો, જેવી 25થી વઘુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીએ યુનિટ સ્થાપ્યા છે.

Back to top button