ગુજરાતટોપ ન્યૂઝ

આગ બુઝાવવાની કામગીરી હવે “રોબોટ” કરશે

Text To Speech

ભરૂચઃ ભરૂચ સહિત અનેક શહેરોમાં હવે અતિશય જોખમી એલિવેટેડ સ્ટ્રક્ચરની આગમાં ફાયર ફાઈટર રોબોટ્સ આગ બુઝાવવા પાણીનો મારો ચલાવતા જોવા મળશે. 100 કિલોનું વજન વહન કરી શકતો અને પાણી તેમજ જમીન પર ચાલી પહાડો સર કરી શકતા 3 ફાયર ફાઈટર રોબોની ભરૂચને GSPC તરફથી એમ્બ્યુલન્સ સાથે ભેટ અપાઈ છે. GSPC એ તેમના CSR કાર્યક્રમની એક પહેલ અંતર્ગત સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને 3 ફાયર ફાઇટિંગ રોબોટ્સ અને 2 એમ્બ્યુલન્સની સોંપણી કરી છે.

GSPC એ તેમના CSR કાર્યક્રમની એક પહેલ અંતર્ગત સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને 3 ફાયર ફાઇટિંગ રોબોટ્સ અને 2 એમ્બ્યુલન્સની સોંપણી કરી છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશને બુધવારના રોજ CSR પ્રોજેક્ટ્સની એસેટ્સ ગુજરાત સરકારના સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને સોંપી દીધી હતી. GSPC એ તેલ તથા ગેસના સંશોધન અને ઉત્પાદન સાથે સંકળાયેલા GSPC ગ્રુપની મુખ્ય સંસ્થા છે.

કાર્યક્રમ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુ દેસાઈ , જીએસપીસીના એમડી સંજીવ કુમાર તેમજ જીઆઇડીસીના ઉપાધ્યક્ષ , એમ.ડી. અને GCSRA ના CEP એમ . થેન્નારસનની હાજરીમાં ગાંધીનગરના જીએસપીસી ભવન ખાતે યોજાયો હતો. ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે, જીએસપીસીએ CSR બાબતે ખૂબ જ સારી કામગીરી કરી છે. તેમના વિભાગના ટીમ વર્ક અને સંકલનથી વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.

એમ. થેન્નારસને અલગ – અલગ ક્ષેત્રે કરવામાં આવતી સીએસઆર પ્રવૃત્તિઓ અંગે ઊર્જામંત્રીને ટુંકમાં જણાવ્યુ હતુ. તેમજ સીએસઆરના વિવિધ પ્રોજેક્ટ્સ અંગે તેમને માહિતગાર કર્યા હતા. ગુજરાત સીએસઆર ઓથોરિટી ( GSCRA ) એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત પ્લેટફોર્મ છે , જે જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને સીએસઆર ફંડનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદ કરે છે અને રાજ્યના કલ્યાણ અને સુખાકારીમાં પણ યોગદાન આપે છે.

આ ઉપરાંત , GCSRA અન્ય કંપનીઓ અને પ્રાઇવેટ સેક્ટર યુનિટ્સ ( PSUs )ને CSR વ્યૂહરચના તેમજ એન્યુઅલ પ્લાનના ડેવલપમેન્ટમાં પણ મદદ પૂરી પાડે છે. ઉલ્લેખનીય છે કે GSPC એ 2 પ્રોજેક્ટ્સ માટે GSCRA સાથે ભાગીદારી કરી છે. પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની કટોકટીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ નર્મદા અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી 2 ટાઇપ – ડી એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી હતી.

 

Back to top button