15 ઓગસ્ટદક્ષિણ ગુજરાત
સચીન GIDC માં ઉદ્યોગકારોની ત્રિરંગા યાત્રામાં ફાયરની ટીમ પણ જોડાઈ


દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. જેમાં હર ઘર ત્રિરંગા યાત્રામાં સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન સુરત સચીન ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નોટિફાઈડ એરિયામાં 700થી વધુ ઉદ્યોગકારોએ ભવ્ય ત્રિરંગા યાત્રાની રેલી યોજી હતી.
આ રેલીમાં ફાયર વિભાગની બે ગાડીઓ જોડાઈ હતી જેની સાથે જ 400 થી વધુ બાઈક પર અને અન્ય ગાડીઓ પર સચીન જીઆઈડીસીના 700 થી વધુ ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. આ રેલી સચીન જીઆઈડીસીના ફાયર સ્ટેશનથી શરૂ થઈ ગેટ નંબર -2 અને ત્યાર બાદ મુખ્ય માર્ગો પર ફરી હતી.
જેમાં મોટેભાગના ખાતેદારો સ્વંયભૂ જોડાયા હતા અને હર ઘર ત્રિરંગા માટે યોજાયેલી રેલીને સફળ બનાવી હતી. વરસાદ વચ્ચે પણ રેલીમાં ઉદ્યોગકારોનો ઉત્સાહ ઓછો થયો ન હતો.