ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર ગ્રીનઝોનમાં ખુલ્યું, સેન્સેકસ 262 તેમજ નિફ્ટી 53 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

Text To Speech

મુંબઈ, 20 જાન્યુઆરી : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારે મજબૂત શરૂઆત કરી છે.  BSE સેન્સેક્સ 262.79 પોઈન્ટ વધીને 76,882.12 પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 53.15 પોઈન્ટના વધારા સાથે 23,256.35 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સમાં સામેલ વધતા શેરો પર નજર નાખો કોટક બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ, મહિન્દ્રા વગેરેમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

જ્યારે Zomato, HCLTech, Tech Mahindra, Marutiના શેરમાં નબળાઈ છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય શેરબજારની આગળની હિલચાલ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ જારી કરાયેલા નિવેદન પર નિર્ભર રહેશે. તેથી વિદેશી અને સ્થાનિક રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે.

સેન્સેક્સ 423 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો

વૈશ્વિક બજારોમાં નબળાઈ અને મોટી કંપનીઓમાં વેચવાલીને કારણે શુક્રવારે 423 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 108 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. શેરબજારના નિષ્ણાતોના મતે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) કંપનીઓ, બેન્કો અને નાણાકીય શેરોમાં વેચવાલીનું દબાણ ઉપરાંત વિદેશી ભંડોળનું સતત ઉપાડ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાએ પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પાડ્યું હતું.  જેના કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

છ કંપનીઓની માર્કેટ કેપ ઘટી હતી

ગયા અઠવાડિયે, સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી છની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) સામૂહિક રીતે રૂ. 1.71 લાખ કરોડ ઘટી હતી. સૌથી વધુ નુકસાન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) ક્ષેત્રની કંપનીઓ ઈન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને થયું છે. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 759.58 પોઈન્ટનો ઘટાડો થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 228.3 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.

આ પણ વાંચો :- ચેમ્પિયન્સ ટ્રોફી : કેપ્ટન રોહિત શર્માની વાનખેડેમાં મોટી જાહેરાત, જુઓ Video શું કહ્યું

Back to top button