નાણામંત્રી આ તારીખે બજેટ રજૂ કરશે, સંસદ સત્રની તારીખો જાહેર
નવી દિલ્હી, 06 જુલાઈ: દેશમાં 18મી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય બજેટ 2024ની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. વાસ્તવમાં, 18મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું છે. જેમાં નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ યોજાઈ હતી અને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધિત કરી હતી. હવે તમામની નજર બજેટ સત્ર પર છે. સંસદનું સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.
Hon’ble President of India, on the recommendation of Government of India, has approved the proposal for summoning of both the Houses of Parliament for the Budget Session, 2024 from 22nd July, 2024 to 12 August, 2024 (Subject to exigencies of Parliamentary Business). Union Budget,…
— Kiren Rijiju (@KirenRijiju) July 6, 2024
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તેમના એક્સ હેન્ડલ પર બજેટ સત્ર વિશે માહિતી આપી હતી. કેન્દ્રીય બજેટ 2024-25, 23 જુલાઈ, 2024 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે.”
આ પણ વાંચોઃ શું મંદિર અને ટેમ્પલ બંને એક જ નહીં…!?