અમદાવાદમાં રમાશે ફાઈનલ મેચ! વન-ડે વર્લ્ડ કપની તારીખનો ખુલાસો
ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 આયોજીત થનાર છે. ત્યારે તેના માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 ક્યારે યોજાશે તેને લઈને જાણકારી સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આ વર્ષે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે.
ODI વર્લ્ડ કપની તારીખો અને સ્થળોને લઈને ખુલાસો
ESPNcricinfoના રિપોર્ટમાં ODI વર્લ્ડ કપની તારીખો અને સ્થળોને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં વર્લ્ડ કપની શરુઆત ઓક્ટોબર મહિનાની 5 તારીખથી શરુ થઈ શકે છે અને ફાઈનલ મેચ 19 ઓક્ટોબરે રમાઈ શકે છે. અને BCCIએ 10 ટીમોની આ ટુર્નામેન્ટ માટે એક ડઝન સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે.જેમાં BCCIએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને વર્લ્ડ કપ ફાઈનલ માટે સૌથી મોટું સ્ટેડિયમ શોર્ટલિસ્ટ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી ફાઈનલ મેચ અહી રમાવવાની પુરેપુરી શક્યતા છે.
વિશ્વકપ 2023 નુ શેડ્યૂલ હજુ સુધી જાહેર થયુ નથી
મહત્વનું છે કે વનડે વર્લ્ડકપ 2023માં કુલ 48 મેચોનુ આયોજન કરવામાં આવશે. જેમાંથી 3 મેચો નોકઆઉટ રહેશે. અને આ વિશ્વકપ 46 દિવસો સુધી ચાલશે. ત્યારે બોર્ડ દ્વારા તેને લઈને તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેમજ ફાઈનલ મેચ પણ ક્યાં રમાશે એ પણ નક્કી કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને મેચ માટે ગ્રાઉન્ડની પણ પસંદગી કરી દેવામા આવી છે. પરંતુ કયા મેદાનમાં કઈ મેચ ક્યારે રમાશે તે શેડ્યૂલ હજુ નક્કી નથી.
BCCI આ મુદ્દાઓ પર સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે
ઉલ્લેખનીય છે કે ICC દ્વારા ટૂર્નામેન્ટની તારીખો એક વર્ષ અગાઉથી જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ આ વખતે BCCI કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. જેમાં મુખ્ય બે મુદ્દાઓ પાકિસ્તાન ટીમ માટે વિઝા મંજૂરી અને ટૂર્નામેન્ટ માટે ટેક્સ મુક્તિ છે.
આ પણ વાંચો : ભારત, અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં ભૂકંપ, અફઘાન-પાકિસ્તાનમાં 19 જેટલા લોકોના મોત