ટ્રેન્ડિંગધર્મસાયન્સ એન્ડ ટેકનોલોજી

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાની રાતેઃ જાણો સૂતક કાળ

Text To Speech
  • શરદ પૂર્ણિમાની રાતે થનારુ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં રહેનારા લોકો માટે ખાસ હશે. તે ભારતમાં દેખાવાનું હોવાથી તેનો સૂતક કાળ પણ માન્ય હશે.

Chandra Grahan 2023: આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ઓક્ટોબર મહિનામાં થવાનું છે. તે ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 મેના રોજ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયું હતું. વિશ્વના ઘણા ભાગોમાં આ ગ્રહણ જોવા મળ્યું, પરંતુ ભારતમાં આ ગ્રહણ જોવા મળ્યું ન હતું. જોકે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને તેથી જઅહીં સૂતક કાળ પણ લાગુ થશે.

ચંદ્રગ્રહણની તારીખ અને સમય

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આસો માસની પૂર્ણિમાની એટલે કે 28 અને 29 ઓક્ટોબરની મધ્યરાત્રિએ સમગ્ર ભારતમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણના રૂપમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ મધ્યરાત્રિએ 1:05 વાગ્યે શરૂ થશે અને 2:24 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારતના તમામ શહેરોમાં જોવા મળશે.

ચંદ્રગ્રહણનો સૂતક કાળ

ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા શરૂ થઇ જાય છે. સૂતક કાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે પૂજા કરવામાં આવતી નથી. 28મી ઓક્ટોબરની મધ્યરાત્રિએ લાગવા જઇ રહેલા ચંદ્રગ્રહણનો સૂતક કાળ 28મી ઓક્ટોબરે સાંજે 4.05 વાગ્યાથી શરૂ થઇ જશે.

lunar eclipse - Hum Dekhenge News

ક્યાં ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?

ભારત ઉપરાંત ઘણા દેશોમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળવાનું છે. ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, સમગ્ર એશિયા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ-પૂર્વ અમેરિકા, ઉત્તર અમેરિકાના ઉત્તર પૂર્વ ક્ષેત્ર, હિંદ મહાસાગર, દક્ષિણ પેસિફિક મહાસાગરમાં દેખાશે.

ગ્રહણના સમયગાળા દરમિયાન અને પછી શું કરવું?

તમે સૂતક કાળ અને ગ્રહણ કાળ દરમિયાન ચંદ્ર સંબંધિત મંત્રોનો જાપ કરી શકો છો. 28મી ઓક્ટોબરના ગ્રહણ કાળમાં સૂર્યાસ્ત પછી તમારી ક્ષમતા મુજબ અને બ્રાહ્મણની સલાહ મુજબ દાન કરવાનો સંકલ્પ લેવો અને બીજા દિવસે સૂર્યોદય સમયે સ્નાન કરીને બ્રાહ્મણને દાન આપવું.

આ પણ વાંચોઃ અંબાજી મંદિરના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Back to top button