ટ્રેન્ડિંગમનોરંજન

ઈમરજન્સી લાગી હતી એ જ મહિનામાં આવશે ફિલ્મ, કંગનાએ ડેટ જાહેર કરી

  • આ ફિલ્મના પોસ્ટર અને રિલીઝ ડેટની જાહેરાત કરતા અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ લખી છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. કંગના રણૌતે આ ફિલ્મના પોસ્ટરને શેર કરતાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી હતી.

બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતની બહુચર્ચિત ફિલ્મ ઈમરજન્સીની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ફિલ્મને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી એકટ્રેસે ફિલ્મના પોસ્ટર સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

આ ફિલ્મના પોસ્ટર અને રિલીઝ ડેટની જાહેરાત કરતા અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ લખી છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. કંગના રણૌતે આ ફિલ્મના પોસ્ટરને શેર કરતાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી હતી. પોસ્ટ શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે, ‘અમે લાવી રહ્યા છીએ એવી સ્ટોરી જે ભારતની ડાર્ક સાઈડને ઉજાગર કરશે. 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં ઈમરજન્સી આવશે. ભારતના ભયભીત અને ઉગ્ર વડા પ્રધાન ઈન્દિરા ગાંધી ગરજવા માટે તૈયાર છે, આવો તેના સાક્ષી બનીએ. આ ફિલ્મના પોસ્ટરમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના અવતારમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ આ વર્ષે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા કંગના રણૌત છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બાયોપિક શરૂઆતમાં ગયા વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મની રીલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી હતી. ફિલ્મમાં કંગના રણૌત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં 1975થી 1977 સુધીના લગભગ 21 મહિનાના ઈમરજન્સી પીરિયડને સ્ક્રીન પર લાવવામાં આવશે. કંગનાની આ ફિલ્મનું ટીઝર પણ ઘણું પસંદ કરવામાં આવ્યું છે. કંગના અને તેના ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

જૂન મહિનામાં જ લાગી હતી ઈમરજન્સી

ઉલ્લેખનીય છે કે 25 જૂન 1975ના રોજ દેશમાં ઈમરજન્સી લગાવાઈ હતી. ફિલ્મને જૂનમાં રિલીઝ કરવામાં આવી હતી. પહેલા આ ફિલ્મ 24 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે જૂન મહિનાની ડેટ ફાઈનલ થઈ છે.

જાણો ફિલ્મની સ્ટાર કાસ્ટ

આ ફિલ્મમાં કંગના રણૌત સિવાય અનુપમ ખેર, મહિમા ચૌધરી, સતીશ કૌશિક અને મિલિંદ સોમન જેવા ઘણા સ્ટાર્સ જોવા મળશે. આ પહેલા કંગના રણૌત ફિલ્મ ‘તેજસ’માં જોવા મળી હતી.

આ પણ વાંચોઃ હોંગકોંગને પાછળ છોડીને ભારત વિશ્વના શેરબજારમાં ચોથા ક્રમે પહોંચ્યું

Back to top button