JNU ફિલ્મમાં રવિ કિશન યુનિવર્સિટીમાં અભ્યાસના નામે થઈ રહેલી રાજનીતિનો કરશે પર્દાફાશ
મુંબઈ, 13 માર્ચ : JNU પર બનશે ફિલ્મ, રવિ કિશન યુનિવર્સિટીમાં અભ્યાસના નામે થઈ રહેલી રાજનીતિનો પર્દાફાશ કરશે, ઉર્વશી રૌતેલા પણ જોવા મળશે.
રવિ કિશન અને ઉર્વશી રૌતેલાની ફિલ્મ ‘JNU‘નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેના પર ભારતનો નકશો બતાવવામાં આવ્યો છે. અને પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, ‘શું યુનિવર્સિટી શિક્ષણના નામે દેશને તોડી શકે છે? જાણો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે હિન્દી ફિલ્મો કોઈ ને કોઈ મુદ્દા પર બનતી હોઇ છે. આ વખતે વારો છે JNUનો, જેના પર નિર્દેશક વિનય શર્મા એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. હા, JNU પર એક ફિલ્મ બની છે. આ ફિલ્મમાં રવિ કિશન અને ઉર્વશી રૌતેલા જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં 12 માર્ચે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં એક હાથમાં ભારતનો નકશો પકડાયેલો જોવા મળે છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું હતું. પોસ્ટર રિલીઝ થવાની સાથે જ ફિલ્મના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. જાણો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.
આ સ્ટાર્સ ફિલ્મમાં મળશે જોવા
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેના પર લખ્યું છે – ‘શું યુનિવર્સિટી દેશને તોડી શકે છે?’ ફિલ્મના આ પોસ્ટરને જોઈને સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મમાં JNUમાં અભ્યાસના નામે થઈ રહેલી રાજનીતિ દર્શાવવામાં આવશે. જેમાં ઉર્વશી રૌતેલા અને રવિ કિશન જેવા કલાકારો યુનિવર્સિટીના રાજકારણનો ભાગ બનતા જોવા મળશે. આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા અને રવિ કિશન ઉપરાંત અન્ય ઘણા સ્ટાર્સ પણ જોવા મળશે, જેમાં સિદ્ધાર્થ બોડકે, પીયૂષ મિશ્રા, રશ્મિ દેસાઈ, સોનાલી સહગલ અને વિજય રાજના નામ સામેલ છે. આ ફિલ્મ 5 એપ્રિલ, 2024ના રોજ મોટા પડદા પર આવશે.
ઉર્વશી રૌતેલાએ શેર કર્યું પોસ્ટર
View this post on Instagram
અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પણ તેના ઈન્સ્ટા પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતી વખતે, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે – ‘શિક્ષણની બંધ દિવાલોની પાછળ, દેશને તોડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, જ્યારે ડાબે અને જમણે ટકરાતા જ સર્વોપરિતાની આ લડાઈ કોણ જીતશે? મહાકાલ મૂવીઝ જહાંગીર નેશનલ યુનિવર્સિટી રજૂ કરે છે. આ ફિલ્મના પોસ્ટરે દર્શકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા વધારી દીધી છે.
આ પણ વાંચો : દિલ્હીની વાયરલ ‘વડાપાવ’ ગર્લ કોણ છે? લોકો વડાપાવ માટે કલાકો સુધી રાહ જોવે છે