ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

આવી રહી છે ‘ગોધરાકાંડ’ પરની ફિલ્મ, ટીઝર થયું રીલીઝ

Text To Speech

વર્ષ 2002માં ગુજરાતના ગોધરા સહિત રાજ્યના અનેક શહેરોમાં ભયાનક કોમી રમખાણો થયા હતા. આ ગોધરાકાંડની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો. હવે આ ઘટના પર એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેનું નામ ‘એક્સડન્ટ ઔર કોન્સ્પિરસી-ગોધરા’ છે. જેનું મેકર્સ દ્વારા ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ટીઝરની શરૂઆત એક દોડતી ટ્રેનથી કરવામાં આવે છે. જેનું નામ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન છે. સોશિયલ મીડિયામાં ફિલ્મનું ટીઝર સામે આવતા જ કેટલાંક લોકોએ આ ફિલ્મ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ માટે બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું અને આ પ્રકારની સંવેદશીલ મુદ્દાઓ પર ફિલ્મો ના બનવી જોઈએ તે વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. જ્યારથી ગોધરાકાંડ પર મુવી બનવાની જાહેરાત કરાઈ ત્યારથી આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે.

આ ફિલ્મને લઈને ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થનના સુર ઉઠી રહ્યા છે. શું આ ફિલ્મ 2002ની ઘટનાને ખરેખર ન્યાય આપી શકશે? તેવા સવાલો લોકોમાં થઈ રહ્યા છે. આ ફિલ્મનું અત્યારે માત્ર ટિઝર રીલીઝ કરાયું છે. આ ફિલ્મની સત્તાવાર કોઈ રીલિઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ ફિલ્મને લઈને ‘કેરલા સ્ટોરી’ ફિલ્મની જેમ વિરોધના સુર ઉઠી પણ શકે છે.

આ પણ વાંચો: ગદર 2ના સેટ પર 22 વર્ષ પછી આ અંદાજમાં મળ્યા સકીના અને તારા સિંહ

Back to top button