મનોરંજન

‘આદિપુરૂષ’ ફિલ્મએ રિલીઝ પહેલા જ કરી કમાલ, 432 કરોડની કરી કમાણી

શું તમે જાણો છો કે ‘આદિપુરુષ’ રિલીઝ પહેલા જ 432 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચુકી છે.’આદિપુરુષ’ની લોકો ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ 500 કરોડના ખર્ચે બની હોવાનું કહેવાય છે. પરંતુ રિલીઝ પહેલા જ તેણે 80 ટકાથી વધારે તો કમાણી કરી પણ લીધી છે. આ વાતને લઈને તમે થોડી મૂંઝવણ અનુભવતા હશો કે આ કેવી રીતે શક્ય છે?

Prabhas, Kriti Sanon and Saif Ali Khan Starrer film Adipurush trailer will  be Release on this day | Adipurush Trailer: જોવા માટે તૈયાર થઈ જાઓ, આ દિવસે  ફિલ્મ `આદિપુરુષ`નું ટ્રેલર રિલીઝ થશે

તો ચાલો તમને જણાવીએ કે આ વાત કેટલી હદે સાચી છે કે ‘આદિપુરુષ’ રિલીઝ પહેલા જ 432 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચુકી છે. ‘બોલીવુડ હંગામા’ના અહેવાલ મુજબ, આદિપુરુષનું કુલ બજેટ 500 કરોડ રૂપિયા છે. જ્યારે ઓમ રાઉતની ફિલ્મે થિયેટરમાં રિલીઝમાં રિલિઝ થાય તે પહેલા જ 432 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. એટલે કે, ફિલ્મે કુલ બજેટના 85% વસૂલ પણ કરી લીધા છે. આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો : એલોન મસ્કે કર્યા લગ્ન ! શેરવાની પહેરી ઘોડા પર બેસેલા ફોટા વાયરલ

Prabhas Saif Ali Khan Starrer Adipurush Director Om Raut Says Extra Time  Helped In Making Visual Effects Better | Adipurush: 'अवतार की तकनीक का किया  इस्तेमाल...बेहतर बनाया वीएफएक्स', 'आदिपुरुष' को ...

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘આદિપુરુષ’ને નોન થિયેટ્રિકલ રેવન્યુમાંથી 247 કરોડ રૂપિયા મળ્યા છે. હવે તમે વિચારતા હશો કે, નોન-થિયેટ્રિકલ આવકનો અર્થ શું છે? તો અમે તમને જણાવી દઈએ કે, થિયેટરોની કમાણી સિવાય ફિલ્મ બીજા ઘણા પ્લેટફોર્મ પરથી પણ કમાણી કરે છે. ઉદાહરણ તરીકે કોઈ ફિલ્મ OTT પર આવે છે એ જ રીતે ટેલિવિઝન ચેનલોએ પણ પોતાની ચેનલ પર ફિલ્મ ચલાવવા માટે તેના સેટેલાઇટ રાઇટ્સ ખરીદવા પડે છે.

આ પણ વાંચો : મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થયા Arvind Kejriwal

આદિપુરુષ સ્ટાર કાસ્ટની ફી: પ્રભાસને આદિપુરુષ માટે મળ્યા 100 કરોડ ! જાણો સૈફ  સહિત આખી ટીમની ફી?

આ પણ વાંચો : સારા અલી ખાને ‘શુભમન ‘સાથે લગ્નના પ્લાન પર કહી હા

આ રીતે એક ફિલ્મ બોક્સ ઓફિસ સિવાય ઘણા માધ્યમો દ્વારા કમાણી કરે છે. હિન્દુ મહાકાવ્ય રામાયણ પર આધારિત, ‘આદિપુરુષ’ એ સેટેલાઇટ અધિકારો, સંગીત અધિકારો, ડિજિટલ અધિકારો અને અન્ય અધિકારો દ્વારા 247 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ રિપોર્ટ કહે છે કે ‘આદિપુરુષ’ને દક્ષિણમાંથી આશરે રૂ. 185 કરોડની ગેરેન્ટેડ રેવન્યુ મળશે. તેની પાછળ પણ ઘણા કારણો છે. ઓમ રાઉત આ ફિલ્મને માત્ર ઉત્તરમાં જ નહીં પરંતુ સાઉથમાં પણ મોટા પાયે રિલીઝ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ‘તારક મહેતા…’ની ‘બાવરી’એ ફરી કર્યો ચોંકાવનારો ખુલાસો

Om Raut announces new release date of Prabhas- Saif Ali Khan starrer ' Adipurush' | 'આદિપુરુષ'ની રિલીઝ થઈ પોસ્ટપોન

ઘણા મીડિયા અહેવાલો દાવો કરે છે કે, આદિપુરુષ લગભગ 7 થી 8 હજાર સ્ક્રીનોમાં રિલિઝ થશે. એટલે કે વધુ સ્ક્રીન વધુ શો. આ સ્થિતિમાં ‘આદિપુરુષ’ માટે 185 કરોડ રૂપિયાની કમાણી કરવી મોટી વાત નહીં હોય. તેનું બીજું કારણ એ છે કે, પ્રભાસની એક મજબૂત ફેન ફોલોઈંગ છે, તેની ફિલ્મ માટે 185 કરોડ રૂપિયાની કમાણી કરવી કોઈ મોટી વાત નહીં .ફિલ્મ સ્ક્રીન પર આવતા પહેલા જ રૂ. 432 કરોડ એટલે કે 86.4% કલેક્શન કરી ચૂકી છે. એવુ લાગી રહ્યુ છે કે ફિલ્મ રિલીઝના ત્રણ દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી જશે. હવે પ્રભાસ અને કૃતિ સેનનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી શકશે એ તો રિલીઝ પછી જ ખબર પડશે.

આ પણ વાંચો : સ્વરા ભાસ્કરના ઘરે કિલકારી ગુંજશે

Back to top button