વર્લ્ડ

પાકિસ્તાનમાં ખેડૂતો અને સરકાર વચ્ચે આરપારનો જંગ, આયાત નીતિઓને લઈને રસ્તા પર ફેંક્યા ટમેટા

Text To Speech

પાકિસ્તાનમાં ટામેટાંની આયાતને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. પૂરના કારણે ધ્રૂજી ઉઠેલા પાકિસ્તાનમાં હવે ખેડૂતોની નારાજગી સરકાર પર છવાયેલી છે. સરકારની આયાત નીતિ સામે ખેડૂતો ટામેટાં ફેંકીને રોષ વ્યક્ત કરી રહ્યા છે. બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં ટામેટાના બોક્સને કારમાંથી બહાર કાઢીને રસ્તા પર ફેંકવામાં આવી રહ્યા છે. જ્યાં દેખાવકારોએ સરકાર વિરૂદ્ધ સમાન રીતે દેખાવો કર્યા હતા. બલૂચિસ્તાનના ખેડૂતો અને ઉત્પાદકો કલાત જિલ્લાના મંગોચર શહેરમાં એકઠા થયા હતા અને વિરોધ કરવા માટે ક્વેટા-કરાચી રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત કર્યો હતો.

Pakistan

સરકારની આયાત નીતિઓ સામે વિરોધ

આ પછી ટામેટાં લઈ જતા વાહનોને રોકીને લૂંટ ચલાવી હતી. દેખાવકારોએ વાહનોમાંથી ટામેટાની પેટીઓ કાઢીને રસ્તા પર ફેંકી દીધી હતી. જેના કારણે આ ટામેટાં બરબાદ થઈ ગયા. વાસ્તવમાં, બલૂચિસ્તાનમાં પ્રદર્શનકારીઓ પાકિસ્તાન સરકારની આયાત નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધીઓનું કહેવું છે કે જ્યારે તેમનો પાક તૈયાર છે તો પછી ઈરાનથી ટામેટાંની આયાત શા માટે કરવામાં આવે છે.

inflation 

ભાવ ઘટાડવા માટે ટામેટાની આયાત

કરજમાં ડૂબી ગયેલું પાકિસ્તાન પૂર અને વરસાદથી ત્રસ્ત છે. પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને સ્પર્શી રહી છે. અત્યારે પાકિસ્તાનમાં ટામેટાંની સરેરાશ કિંમત 240 રૂપિયા પ્રતિ કિલો છે. આવી સ્થિતિમાં, સરકારનું કહેવું છે કે ભાવ ઘટાડવા માટે ટામેટાંની આયાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓએ પોતાની જ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી, કારણ જાણીને ચોંકી જશો

Back to top button