આમ આદમી પાર્ટીની પાંચમી યાદી જાહેર,અત્યાર સુધીમાં કુલ 53 ઉમેદવારોના નામોની થઈ જાહેરાત
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પણ કસર છોડવામાં આવી રહી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ દ્વારા લગભગ તમામ 182 વિધાનસભાની બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોની પાંચમી યાદીને લઇને ટ્વિટર પર એક ટ્વીટ કર્યુ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અત્યાર સુધી 53 ઉમેદવારના નામની જાહેરાત કરી છે.
ગુજરાત આપ તરફથી કહેવામાં આવ્યુ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 હેઠળ આમ આદમી પાર્ટીની પાંચમી યાદીમાં જગ્યા મેળવનારા તમામ ઉમેદવારોને શુભેચ્છા! હવે બદલાવની જરૂરત છે. આપની યાદી અનુસાર ભૂજથી રાજેશ પંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ઇડર વિધાનસભા બેઠક પર જયંતીભાઇ પરનામીને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : કેન્દ્રીય ચૂંટણી પંચ આજથી 4 દિવસ ગુજરાતની મુલાકાતે, સમીક્ષા બાદ થઈ શકે છે ચૂંટણીની જાહેરાત
અમદાવાદના નીકોલ અને સાબરમતી બેઠક પર પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. નીકોલમાં અશોક ગજેરા અને સાબરમતીમાં જસવંત ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. કોડીનારમાં વાલજીભાઇ મકવાણા, મહુધામાં રાવજીભાઇ સોમભાઇ વાઘેલા, બાલાસીનોર બેઠક પર ઉદયસિંહ ચૌહાણ, મોરવા હડફ બેઠક પર બાનાભાઇ ડામોર, ઝાલોદ બેઠક પર અનીલ ગરાસીયા અને ડેડિયાપાડા બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : દિવાળી પછી ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થશે ! 6 પોઈન્ટ્સમાં સમજો આખી વાત