Hair Spa at Home: નવરાત્રિમાં તમારા વાળને આપો સાઈની લુક અને ઘરે જ કરો સ્પા
નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે, આવી સ્થિતિમાં ત્વચા અને વાળની ખાસ કાળજી લેવી જરૂરી છે. જો તમે પાર્લરમાં જશો તો ઘણો ખર્ચ થશે, પરંતુ જો તમે ઘરે જ કેટલીક ઘરેલું ટિપ્સ ફોલો કરીને હેર સ્પા કરશો તો તમારા વાળ ચમકદાર અને મુલાયમ બનશે. મુલાયમ અને ચમકદાર વાળ દરેકને પસંદ હોય છે, પરંતુ આ માટે થોડી મહેનત કરવી પડે છે. જ્યારે વાળ નિર્જીવ અને શુષ્ક થવા લાગે ત્યારે સ્પાની જરૂર પડે છે, વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માટે તમે ઘરે જ સ્પા ટ્રીટમેન્ટ લઈ શકો છો. જેના માટે તમે અમારી સ્પાની આ ટીપ્સ ફોલો કરી શકો છો
મસાજ, સ્ટીમ, હેર માસ્ક, હેર વોશ:
પહેલા તમારા વાળમાં તેલથી માલિશ કરો. તેલથી માલિશ કરવાથી તમારી સ્કેલ્પમાં જાય છે અને વાળ મજબૂત બને છે, હૂંફાળા તેલથી વાળના મૂળ અને ખોપરી ઉપરની ચામડીની માલિશ કરવાથી ખૂબ જ આરામ મળે છે એટલું જ નહીં તે તમારા વાળના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. આંગળીઓની મદદથી માથાની ચામડી પર હળવુ મસાજ કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે, પરંતુ વાળના ફોલિકલ્સ પણ ખુલે છે, જેનાથી વાળની તંદુરસ્તી સુધરે છે. ત્યાર બાદ સ્ટીમ લો, સ્ટીમ લેવાથી વાળમાં જીવન આવે છે. તે પછી હેર માસ્ક લો, તે વાળને પોષણ આપે છે. અને ત્યાર બાદ શેમ્પૂ કરો.
ઘરે હેર સ્પા કેવી રીતે કરશો:
- 2-3 ચમચી મધ
- 1 ગ્લાસ દૂધ
- એલોવેરા જેલ 100 ગ્રામ
એક મોટો વાસણ લો, આ બધી વસ્તુઓને મિક્સ કરીને મૂકો. ચમચીની મદદથી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો. હવે તમારા વાળને શેમ્પૂ કરો અને તેને ટુવાલથી લૂછી લો. હવે હેર સ્પા માટે તૈયાર કરેલા મિશ્રણને વાળ અને સ્કેલ્પમાં લગાવો. આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવ્યા બાદ વાળને શાવર કેપથી ઢાંકી દો. તેને વાળમાં 30-45 મિનિટ સુધી રહેવા દો, પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો. જે બાદ તમે જોઈ શકશો કે તમારા વાળ પેહલા કરતા વધારે સાઈની અને મુલાયમ થઈ ગયા હશે.
આ પણ વાંચો: સુંદર અને ચળકતી ત્વચા મેળવવા માટે રાતના સૂતા પહેલા આ નુસખા અપનાવો