ગુજરાત

રંગોનો ઉત્સવ માતમમાં ફેરવાયો ! કેનાલ અને અને નદીમાં ડૂબવાથી કુલ 11નાં મોત

હોળીના આ તહેવાર પર રાજ્યમાં અલગ અલગ શહેરોમાં કેનાલ અને નદીમાં ડૂબવાથી કુલ 11 લોકોનાં મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. જેમાં બોટાદ, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ગોઝારી ઘટના બની છે.

હોળીના તહેવાર પર ડૂબી જવાથી કુલ 11 લોકોનાં મોત

હોળીનો આ તહેવાર આપણે ઘણા હર્ષોઉલ્લાસ સાથે મનાવતા હોઈએ છે. પરંતુ આ તહેવાર ક્યારેક કેટલાક લોકો માટે ખરાબ દિવસ પણ સાબિત થતો હોય છે. ત્યારે આજે પણ આવું જ કંઈકક થયું છે. હોળીના આ પાવન પર્વ બોટાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં 1 યુવકોના મોત થયા છે. આમ આજના આ દિવસે ડૂબી જવાથી કુલ 11 લોકોનાં મોત નિપજ્યાં છે.

વડોદરામાં બે બાળકો ડૂબ્યા

આજે વડોદરા પાદરાની નર્મદા કેનાલમાં હાથ પગ ધોવા ગયેલા બે બાળકો ડૂબ્યા હતા. જેમાંથી એક બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. બન્ને બાળકોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પાણીમાં ડૂબ્યા-humdekhengenews

રાજકોટમાં ડેમમાં ડૂબવાથી એક યુવકનું મોત

રાજકોટ શહેરમાં પણ ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં ધૂળેટી રમ્યા બાદ યુવકો આજી ડેમમાં ન્હાવા પડ્યાં હતા. જેમાંથી એક યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને 19 વર્ષીય યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢ્યો હતો. ધૂળેટીના આ પર્વ પર 19 વર્ષીય યુવકના મોતથી પરિવરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સુરતમાં ન્હાવા પડેલા બે યુવકોના મોત

સુરતમાં પણ ધૂળેટીના આ દિવસે કોઝ-વેમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. ધૂળેટી રમ્યા બાદ કોઝ-વેમાં ન્હાવા પડેલા અચાનક ડૂબી ગયા હતા. આ ઘટના અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ યુવકોને કોઝવેમાંથી બહાર કાઢી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. પોલીસે યુવકો ક્યાને તે અંગે તપાસ હાથ ધરી છે.

બોટાદમાં ન્હાવા પડેલા ચાર યુવકોમાંથી ત્રણના ડૂબી જવાથી મોત

બોટાદના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર યુવકો તણાયા હોવાની વિગતો સામે આવી હતી. હોળી રમીને કેનાલમાં ન્હાવા પડેલા ચાર યુવકો પાણીમાં ડૂબ્યા હતા. આ ચાર પૈકી ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને કેનાલમાંથી 4 યુવકોને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના PMનું આગમન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

Back to top button