અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમાં રાજપથ ક્લબના પંજાબી ગૃપ દ્વારા વૈશાખીના તહેવારની ઉજવણી કરાઈ

Text To Speech
  • રાજપથ ક્લબના પંજાબી ગૃપ દ્વારા વૈશાખીના તહેવારની ઉજવણી કરાઈ
  • આ ગૃપ દ્વારા દર વર્ષે વૈશાખીની થાય છે ઉજવણી
  • ભાંગડા નૃત્યનું પણ ખાસ આયોજન કરવામા આવ્યું

હાલ પંજાબનો લોકપ્રિય તહેવાર વૈશાખીની ઉજવણી ઠેર ઠેર કરવામા આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વૈશાખીના તહેવારની ઉજવણી કરવામા આવી હતી.આજે અમદાવાદના રાજપથ ક્લબમાં પંજાબના વૈશાખી તહેવારની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણી રાજપથ ક્લબમાં સવારે 7 :30 થી 9:30 દરમિયાન કરવામા આવી હતી.

 

રાજપથ-humdekhengenews

રાજપથ ક્લબમાં વૈશાખીનું આયોજન કરાયું

મહતવનું છે કે અમદાવાદના રાજપથ ક્લબમાં દર વર્ષે વૈશાખીની ઉજવણી કરવામા આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ રાજપથ પંજાબી ગૃપ દ્વારા આ ઉવણીનું આયોજન કરવામા આવ્યું હતું. આ ઉજવણીમાં વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર મુખ્ય મહેમાન તરિકે હાજર રહ્યા હતા.

રાજપથ-humdekhengenews

આ સાથે પ્રેસિડેન્ટ ઓફ રાજપથ ક્લબ જગદિશભાઈ પટેલ, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે વિક્રમ શાહ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ સાથે બોર્ડ ઓફ મેમ્બર,મેડિલિંક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર શિલ્પા અગ્રવાલ પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા.

રાજપથ-humdekhengenews

 

ભાંગડા નૃત્યનું પણ આયોજન કરવામા આવ્યું

આ ઉજવણીમાં પંજાબી તહેવારમા ભાંગડા નૃત્યનું પણ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં બે-બે કપલ સાથે પંજાબી ઢોલના તાલે ભાંગડા કરવામા આવ્યા હતા. મહત્વનું છે કે રાજપથ ક્લબમાં દર વર્ષે પેજાબી તહેવાર વૈશાખીનુ આયોજન કરવામા આવે છે.

રાજપથ-humdekhengenews

 

850 જેટલા લોકોને નાસ્તો કરાવ્યો

આ કાર્યક્રમમાં હાજર દરેક લોકો માટે નાસ્તાનું પણ આયોજન કરવામા આવ્યું હતું. અને આજે સવારે 850 જેટલા લોકોને રાજપથ ક્લબ દ્વારા નાસ્તો કરાવવામા આવ્યો હતો.

આ પણ વાંંચો : જમ્મુ-કાશ્મીરમાં બૈશાખીની ઉજવણી દરમિયાન દુર્ઘટના, ફૂટબ્રિજ તૂટી પડતા 80 લોકો ઘાયલ

Back to top button