કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને ટૂંક સમય માટે આ કારણે રખાશે બંધ

Text To Speech

ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરીબોટ સર્વિસને લઈને તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. યાત્રાધામ દ્વારકામાં ઓખાથી બેટદ્વારકા ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. GMBએ દ્વારા ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરીબોટ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરીબોટ સર્વિસ બંધ

ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાત્રીકોની સલામતીને ધ્યાનમાં રાખીને ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયામાં ભારે પવન અને ખરાબ હવામાનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડે ફેરીબોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ઓખા-બેટ દ્વારકા-humdekhengenews

ખરાબ હવામાનને કારણે લેવાયો નિર્ણય

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય છે. બેટ દ્વારકા જવા માટે યાત્રિકોને ફેરીબોટનો સહારો લેવો પડતો હોય છે. પરંતુ ખરાબ હવામાનને કારણે અહી દુર્ઘટના સર્જાવાની ભિતી હોવાથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને થોડા સમય માટે ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરીબોટ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ ઓખા મરીન પોલીસ દ્વારા ઓખા જેટી પર કોઈ દુર્ઘટના ન બને તે માટે સુરક્ષા જવાનો તૈનાત પણ કરવામાં આવ્યા છે. હવામાનમાં સુધારો થતા ફરી ફરીથી આ ફેરીબોટ સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશ : ભાજપના સસ્પેન્ડેડ નેતાની ગેરકાયદેસર હોટલ પર કાર્યવાહી, ચાર માળની હોટલને થોડી જ સેંકન્ડમાં કરી ધરાશાયી

Back to top button