ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવરાત્રિના ગરબામાંથી મોડો આવતા પિતાએ પુત્રને ઠપકો આપ્યો અને આવ્યો કરુણ અંજામ

Text To Speech
  • રાત્રે વહેલા આવી જવા બાબતે ઠપકો આપતાં લાગી આવ્યું
  • પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ આગળ કરી
  • તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ

નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે જેમાં નાના મોટા સૌ માતાજીની અરાધનામાં મગ્ન થયા છે. જેમાં રાત્રે સૌ કોઇ માતાજીના ગરબા કરે છે. તેવામાં રાજકોટના જામનગર રોડ પર વાલ્મિકી વાડી આવાસ યોજનાના ક્વાર્ટર નં. 116માં રહેતા વિનય ભીખુભાઈ બારૈયા (ઉ.વ.23)એ ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ભારે ટ્રાફિકથી ખેલૈયાઓની મજા બગાડતા પોલીસ કમિશનરે લીઘો આ નિર્ણય 

રાત્રે વહેલા આવી જવા બાબતે ઠપકો આપતાં લાગી આવ્યું

પુત્ર વિનયને પિતાએ ગરબામાં એકલા નહીં જવા અને રાત્રે વહેલા આવી જવા બાબતે ઠપકો આપતાં લાગી આવતા આત્મઘાતી પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. આપઘાત કરનાર વિનયના પિતા ભીખુભાઈએ જણાવ્યું કે તેમને સંતાનમાં એક પુત્ર વિનય, બે પુત્રી તેનાથી નાની છે. વિનય રોજ રાત્રે ગરબી જોવા એકલો જતો હતો. તેમજ પુત્ર મોડો પણ આવતો હતો. જેને કારણે તેમણે વિનયને એમ કહ્યું કે બેટા અત્યારે જમાનો સારો નથી, એટલે તું ગરબામાં એકલો ન જઇશે. એટલું જ નહીં રાત્રે વહેલો આવી જજે.

તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ

આ વાત પિતાએ પુત્રને કહેતા તે બાબતનું લાગી જતાં વિનયે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેમાં પરિવારજનો તત્કાળ તેને બેભાન હાલતમાં સિવિલ લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો જેમાં સૌથી મોટી કરૂણતા એ છે કે વિનયના સાત મહિના પહેલા જ દક્ષા સાથે લગ્ન થયા હતા. દક્ષા હાલ ગર્ભવતી છે.

પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ આગળ કરી

ભીખુભાઈએ વધુમાં જણાવ્યું કે તે પોતે પ્રાઇવેટ નોકરી કરે છે. જેમાંથી પરિવારનો ખર્ચ ચાલી જતો હોવાથી વિનયને ક્યાંય કામે પણ મોકલતા ન હતા. વિનય બહાર જાય ત્યારે ચિંતા થતી હોવાથી વારંવાર તેના ખબર અંતર પૂછતા રહેતા હતા. જેમાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ આગળ કરી છે.

Back to top button