ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

લો બોલો… ડબ્બા ટ્રેડિંગના અપરાધીઓના બચાવમાં તર્ક આપ્યો તે પણ રાષ્ટ્રપિતા ગાંધીજીનો…

વિસનગર : હાલમાં ઉત્તર ગુજરાતમાં ચાલી રહેલા ડબ્બા ટ્રેડિંગનો મુદ્દો ચર્ચામાં છે. ડબ્બાથી સટ્ટા સુધીના ક્નેક્શન સામે આવી રહ્યાં છે. દેશમાંથી કરોડો રૂપિયા હવાલા દ્વારા વિદેશમાં જઈ રહ્યાં છે, તો આરોપીઓએ પણ વિદેશની વાટ પકડી છે. તપાસ એજન્સીઓએ તપાસની ધમધમાટ ચાલું કરી દીધી છે. તેથી ડબ્બા ટ્રેડિંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાછલા દિવસોમાં ડબ્બા ટ્રેડિંગ પર સ્ટોરી લખવાના કારણે અમારા પત્રકારને ફોન કરીને ધમકાવવાની પણ કોશિશ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સાહેબ સેધાજી-અનિલ ધારે તો આખું વિસનગર ખરીદી લે!

ડબ્બા ટ્રેડિંગના આરોપીઓને છાવરનારાઓના નામ જાહેર થતા આપી ધમકી

વાત જાણે તેમ છે કે, વિસનગર અને વડનગરમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ અંગે અનેક સ્ટોરીઓ લખવામાં આવી છે. આ દરમિયાન આરોપીઓના નામ તો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ આરોપીઓને છાવરનારાઓના પણ નામ જાહેર કર્યા છે. હવે આરોપીઓને છાવરનારાઓનું નામ જાહેર થતાં તેમના પેટમાં બળતરા ઉઠી છે. બે દિવસ પહેલા સેધાજી અને અનિલને પીઠબળ પુરી પાડનારા તરીકે લાલાજી નામના વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે આ બાબતે અમારા પત્રકારને ફોન કરીને ધમકાવવામાં આવ્યો હતો કે, તમારા પાસે જે પણ પુરાવા છે તે અમને મોકલો, અમે જોઈશું. લો બોલો… ના તેઓ પોલીસ છે કે ના જજ છે. તે છતાં સામાન્ય જનનું રૂપ ધારણ કરીને આરોપીઓ પત્રકારને ધમકાવીને ચોથી જાગીરને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.  જે ખરેખર કાયદાકીય રીતે ગુન્હો છે.

આ પણ વાંચો : ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ

લાલાજીનો બચાવ કરવા ગાંધીજી સુધીનો ઉલ્લેખ

ઉલ્લેખનિય છે કે, પત્રકારો પોતાના જીવને જોખમમાં નાંખીને જનતાના ભલા માટે અપરાધીક ગતિવિધિઓને ઉજાગર કરતાં હોય છે. રિપોર્ટ દ્વારા જાહેર જનતા સુધી ડબ્બા ટ્રેડિંગ અંગેના દૂષણને પહોંચાડી છે અને તેનાથી સાવચેત રહેવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવી છે. તેવામાં આરોપીઓ દ્વારા થર્ડ વ્યક્તિ પાસે પત્રકારને ધમકાવવા જેવી ગંભીર બાબત સામે આવી છે. આ તે વાતનો પુરાવો છે કે, ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા અપરાધીઓને હવે કોઈનો ડર રહ્યો નથી. આ અપરાધીઓને કાયદાનો પણ ડર રહ્યો નથી.

જણાવી દઇએ કે, આવી ધમકીઓથી ડરીને અમે અમારા રિપોર્ટિંગને બંધ કરીશું નહીં. મહેસાણા જિલ્લામાં જ્યાર સુધી ડબ્બા ડ્રેટિંગનું દૂષણ રહેશે ત્યાર સુધી અમે અમારા રિપોર્ટ પ્રકાશિત કરતાં રહીશું. અમારા પત્રકારને ફોન કરનારા અપરાધીએ લાલાજીના બચાવ કરવા માટે ગાંધીજી સુધીનો ઉલ્લેખ કરી નાંખ્યો છે. જીભાજોડી કરીને પત્રકારને ધમકાવવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી પરંતુ અમારા પત્રકાર સમજી ગયો કે કોના પેટમાં દુખી રહ્યું છે, તેથી તેને ફોન કટ કરી દીધો હતો. આમ પણ એક અપરાધી સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગને ડામવા સેધાજીને જ નહીં અનિલને પણ પકડવો પડશે

અપરાધીઓને છાવરવામાં લાલાજીની ભૂમિકા

આ અંગે આગામી દિવસોમાં કાયદાકીય પગલા ભરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા જ સુરત પોલીસના શિકંજામાંથી સાઇબર ક્રાઈમના અપરાધીને છોડાવવા આવી રીતે જ એક ફોન આવ્યો હતો. ફોન કરનારાએ કહ્યું કે, સીએમઓમાંથી બોલું છું, તમે પકડેલા સાઈબર ક્રાઈમના અપરાધીને છોડી મૂકવાનો ઉપરથી ઓર્ડર આપવામાં આવ્યો છે. જોકે, પોલીસે ક્રોસચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે, આ તો સાઈબર ક્રાઈમ કરાનારા અન્ય અપરાધીએ જ ફોન કર્યો છે. તે પછી થોડા જ દિવસોમાં ફોન કરનારની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. સ્વભાવિક છે કે, જો કોઈ વ્યક્તિ નિર્દોષ હોય તો પત્રકારનો સંપર્ક કરીને તેની ભૂલ સુધરાવી શકે છે અથવા પોલીસ પાસે પણ જઈ શકે છે. પરંતુ પત્રકારને ધમકાવવાથી તે નક્કી થઈ ગયું છે કે, અપરાધીઓને છાવરવામાં લાલાજીની ભૂમિકા રહેલી છે.

ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે પણ સાઈબર ક્રાઈમ અને ડબ્બા ટ્રેડિંગના વધતા કેસોના કારણે 52 લાખ સીમકાર્ડને બંધ કરાવી દીધા છે.

ડબ્બા ટ્રેડિંગ -humdekhengenews

આ પણ વાંચો : ગંભીર બાબત: ડબ્બા ટ્રેડિંગમાં એક ખાસ કોમ્યુનિટીના લોકો જોડાઇ રહ્યાં છે

સામાન્ય જનતા આરોપીનો પક્ષ ના લે સરકારને જાણકારી આપે… કેવી રીતે અપરાધીઓ વિશે સરકારને આપશો જાણકારી?

ગૃહમંત્રાલયે 155260ની જગ્યાએ 1930 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. સાઈબર એક્સપર્ટ શ્યામ ચન્દેલે જણાવ્યું હતું કે, સાઈબર ક્રાઈમના કેસોની સંખ્યા વધતાં ગૃહમંત્રાલયના નિર્દેશ પર પોલીસ વિભાગને એક નવો હેલ્પલાઈન નંબર 1930 શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર પહેલાથી સંચાલિત ટોલ ફી નંબર 155260ની જગ્યાએ લાગૂ થશે. ટોલ ફ્રી નંબરને તબક્કાવાર રીતે બદલાવામાં આવશે. નવો સાઈબર હેલ્પલાઈન નંબર 1930ની સાથે સાથે જૂનો 155260 નંબર પણ કામ કરશે.

આ પણ વાંચો : જાગો વિસનગર પોલીસ જાગો..! ડબ્બા ટ્રેડિંગના માફિયા સેધાજી-અનિલને ક્યારે નાથશો?

તાત્કાલિક નોંધાવો ફરિયાદ

શ્યામ ચન્દેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોમાં દેશમાં ડિજીટલ તથા ઓનલાઈન બેંકીંગનું ચલણ વધી રહ્યું છે. તો દરરોજ સાઈબર ક્રાઈમ સાથે જોડાયેલી ઘટનાઓ પણ ઘટી રહી છે. જો કે, જ્યારે આપણી સાથે ક્યારેય આવું બને છે, તો જાણકારીના અભાવે આપણે છેતરપીંડી કરતા લોકો વિરુદ્ધ એક્શન લઈ શકતા નથી. ત્યારે આવા સમયે અમુક એવી રીત છે, જેમાં આપ મીનિટોમાં ફરિયાદ નોંધાવી શકો છો. તેના માટે સૌથી પહેલા સાઈબર પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે. તેના માટે સત્તાવાર પોર્ટલ (https://cybercrime.gov.in/) પર જવાનું રહેશે.

ડબ્બા ટ્રેડિંગ-humdekhengenews

આ પણ વાંચો : વિસનગર પોલીસ તંત્રના નાક નીચે ડબ્બા ટ્રેડિંગ! જેણાજીએ બેસાડી પોતાની ટીમ

સાઈબર ક્રાઈમ અને ડબ્બા ટ્રેડિંગને ડામવા માટે અધિકારીઓના પ્રયાસ

આ વેબસાઈટ પર સાઈબર ક્રાઈમ અને ડબ્બા ટ્રેડિંગના શિકાર થયેલા લોકો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. તે ઉપરાંત ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ અંગે પણ માહિતી આપી શકાય છે. તે ઉપરાંત 079-23250798 ઉપર પણ ફરિયાદ કરી શકો છો. નોડલ સાઈબર સેલ અધિકારી તરીકે ગુજરાતમાં આઈપીએસ સુબોધ ઓડેડરા વોચ રાખી રહ્યાં છે. તે ઉપરાંત આઈજીપી એસ.જી ત્રિવેદી સાઈબર ક્રાઈમ અને ડબ્બા ટ્રેડિંગને ડામવા માટે કામગીરી કરી રહ્યાં છે.

ડબ્બા ટ્રેડિંગ-HDNEWS

આ પણ વાંચો : પીન્ટુ ભાવસારને તો પકડ્યો પરંતુ તેના રાઇટહેન્ડ સેધાજીને ક્યારે પકડવામાં આવશે ?

તમારા વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારાઓની સીધી જ ફરિયાદ અને માહિતી આપવી હોય તો ઉપરોક્ત નંબર ઉપર ફોન કરીને આપી શકાય છે.

આ પણ વાંચો : વડનગર-વિસનગર બન્યું ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર; 5000 યુવાઓ ઉંધા રવાડે

Back to top button