મંગળ ગોચરથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, ધન વધશે, કષ્ટ ભાગશે
- 1 જૂનના રોજ મેષ રાશિમાં ગોચર કરશે. મંગળના મીન રાશિમાં પ્રવેશથી કેટલીક રાશિઓને જબરજસ્ત ફાયદો થશે અને જીવનમાં અનેક બદલાવ આવશે. જાણો મંગળ ગોચરથી કઈ રાશિઓની કિસ્મત ચમકશે?
જ્યોતિશ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો નિશ્વિત અંતરાલ બાદ રાશિ પરિવર્તન કરે છે, જેનો શુભ-અશુભ પ્રભાવ મેષથી લઈને મીન સુધીની 12 રાશિઓ પર પડે છે. સાહસ, પરાક્રમ, શક્તિ અને ઉર્જાનો કારક ગ્રહ મંગળ 23 એપ્રિલે સવારે 8.52 મિનિટે રાશિ બદલશે અને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે. ગ્રહોના સેનાપતિ મંગળ આ રાશિમાં એક મહિના કરતા વધુ સમય રહેશે અને 1 જૂનના રોજ મેષ રાશિમાં ગોચર કરશે. મંગળના મીન રાશિમાં પ્રવેશથી કેટલીક રાશિઓને જબરજસ્ત ફાયદો થશે અને જીવનમાં અનેક બદલાવ આવશે. જાણો મંગળ ગોચરથી કઈ રાશિઓની કિસ્મત ચમકશે?
વૃષભ રાશિ
વેપારમાં ધન લાભ થશે. વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળતા મળશે. ધનની આવક વધશે. અનેક સોર્સથી રૂપિયા-પૈસા આવશે. આરોગ્ય સાથે જોડાયેલી તકલીફોથી છુટકારો મળશે.
તુલા રાશિ
નોકરિયાત લોકોને પ્રમોશન કે એપ્રેઝલના ચાન્સ વધશે. શૈક્ષણિક કાર્યોમાં સારા પરિણામો મળશે. નોકરીની શોધ પૂરી થશે. વેપાર વધશે. નવા ચાન્સ મળશે. લાંબા સમયથી રોકાયેલા કાર્યો સફળ થશે. ધન આગમનના નવા માર્ગ ખુલશે.
વૃશ્ચિક રાશિ
23 એપ્રિલથી વૃશ્ચિક રાશિના લોકોના સારા દિવસો શરૂ થશે. પરાક્રમ રંગ લાવશે. નોકરી-ધંધામાં સફળ થશો, આગળ વધશો. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. સમાજમાં માન-સન્માન વધશે.
ધન રાશિ
મંગળ ગોચરથી ધન રાશિના જીવનમાં મંગળ થશે. જીવનમાં અનેક મહત્ત્વના પરિવર્તનો આવશે. વેપારમાં નફો થશે. આર્થિક સ્થિતિ સુધરશે. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે.
આ પણ વાંચોઃ ઘરના દરવાજે લટકાવો આ વસ્તુ, આર્થિક તંગીથી મળશે રાહત, શનિ દોષ થશે દૂર