ટ્રેન્ડિંગસ્પોર્ટસ

FIFA WC માં આજે સાત ટીમોના ભાવિનો થશે ફેંસલો : ચાર ટીમો પહોંચશે અંતિમ-16માં

ફિફા વર્લ્ડ કપ હવે તેના લીગ સ્ટેજનાં અંતિમ પડાવ તરફ છે. આજે સાત ટીમોના ભાવિનો ફેંસલો થશે, જેમાંથી ચાર ટીમો અંતિમ 16માં પહોંચશે. આ સાથે જ બાકીની ચાર ટીમોની સફરનો અંત આવશે. આજે ટુર્નામેન્ટમાં કુલ ચાર મેચ રમાશે, જેમાં ગ્રુપ F અને ગ્રુપ Eની ટીમો આજે તેમની છેલ્લી મેચ રમશે. પહેલા ગ્રુપ Fમાં ક્રોએશિયાનો સામનો બેલ્જિયમ અને કેનેડાનો મુકાબલો મોરોક્કો સામે થશે. આ પછી ગ્રુપ Eમાં સ્પેનનો સામનો જાપાન અને કોસ્ટા રિકાનો જર્મની સામે થશે.

આ પણ વાંચો : FIFA વર્લ્ડ કપમાં આ વર્ષે મેસ્સી-રોનાલ્ડોની ટીમો થઈ શકે છે બહાર : જાણો શું છે સમીકરણ

ક્રોએશિયા સામે બેલ્જિયમનો પડકાર

ગ્રુપ Fમાં બેલ્જિયમનો સામનો સ્ટાર-સ્ટડેડ ડિફેન્ડિંગ રનર્સ-અપ ક્રોએશિયા સામે થશે. આ મેચમાં સ્ટાર ખેલાડીઓ આમને-સામને હશે અને બંને ટીમો આગળના રાઉન્ડમાં પહોંચવા માટે જોર લગાવશે.

આ મેચમાં ક્રોએશિયા જીતે અથવા મેચ ડ્રો કરે તો તે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી શકે છે, જ્યારે નોકઆઉટમાં સ્થાન સુનિશ્ચિત કરવા માટે બેલ્જિયમે આ મેચ જીતવી આવશ્યક છે. ક્રોએશિયા અને મોરોક્કો ચાર-ચાર પોઈન્ટ સાથે ગ્રુપ Fમાં ટોચ પર છે. જ્યારે બેલ્જિયમના ત્રણ પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે, અને કેનેડા એક પણ મેચ જીતી શક્યું નથી અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.

મોરોક્કો જીત સાથે અંતિમ-16માં પહોંચવા ઈચ્છશે

ગ્રુપ Fમાં આજે બીજી મેચ મોરોક્કો અને કેનેડા વચ્ચે છે. કેનેડા તેની શરૂઆતની બંને મેચ હારી ગયું હતું અને આ ટીમ છેલ્લી-16ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ મોરક્કોની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ ટીમે એક મેચ જીતી છે અને એક મેચ ડ્રો કરી છે. તેથી મોરોક્કો તેની છેલ્લી મેચ જીતીને, અંતિમ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માંગશે. આ બંને ટીમો પ્રથમ વખત એકબીજા સામે રમી રહી છે, પરંતુ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી મોરોક્કોનું પ્રદર્શન કેનેડાની સરખામણીએ ઘણું સારું રહ્યું છે. તેના આધારે મોરોક્કો માટે જીતવાની શક્યતાઓ વધુ છે.

GROUP E AND F - Hum Dekhenenge News
GROUP E AND F – FIFA WC 2022

શું છે ગ્રુપ E ની સ્થિતિ ?

આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થવા માટે સ્પેનને જીતની જરૂર

આજે ગ્રુપ Eમાં સ્પેનની છેલ્લી મેચ જાપાન સામે છે. આ ટીમે બેમાંથી એક મેચ જીતી છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે. સ્પેન ચાર પોઈન્ટ સાથે પોતાના ગ્રુપમાં ટોચ પર છે. આ સાથે જ જાપાનની ટીમ બે મેચમાં એક હાર અને એક જીત સાથે બીજા સ્થાને છે. જો જાપાનની ટીમ આ મેચ હારી જાય તો અંતિમ-16માંથી બહાર થઈ શકે છે. આ સાથે જ સ્પેન હારી જાય તો કોસ્ટા રિકા પાસે પણ અંતિમ-16માં જવાની તક હશે. બંને ટીમો પ્રથમ વખત એકબીજા સામે રમી રહી છે, પરંતુ સ્પેનિશ ટીમ જાપાનીઝ કરતા ઘણી મજબૂત છે.

જર્મનીને અંતિમ 16માં પહોંચવા માટે જાપાનને હારની જરૂર

ચાર વખતની ચેમ્પિયન જર્મનીનો મુકાબલો કોસ્ટા રિકા સામે થશે. જર્મનીએ નોકઆઉટમાં પહોંચવા માટે દરેક કિંમતે જીતવું પડશે. આ સિવાય તેણે ગ્રુપની બીજી મેચમાં જાપાન અને સ્પેનની મેચમાં સ્પેનની જીત માટે પ્રાર્થના કરવી પડશે.

કોસ્ટા રિકાના નબળા દેખાતા જર્મની સામે કો મેચ ડ્રો કરીને પણ આગળના તબક્કામાં પહોંચી શકે છે. સ્પેન બે મેચ બાદ ચાર પોઈન્ટ સાથે ગ્રુપ Eમાં ટોચ પર છે. તે પછી જાપાન અને કોસ્ટા રિકા બંને ત્રણ પોઈન્ટ સાથે છે, જ્યારે જર્મનીના માત્ર એક પોઈન્ટ છે. આવા સંજોગોમાં ગ્રુપની ચારેય ટીમો પાસે આગામી તબક્કા માટે ક્વોલિફાય થવાની તક છે.

Back to top button