ગુજરાતટોપ ન્યૂઝ

બે મહિનાથી ચાલતું કિસાન સંઘનુ આંદોલન આખરે સમેટાયુ, જાણો સરકારે કઈ મોટી જાહેરાત કરી

Text To Speech

છેલ્લા બે માસથી આંદોલન પર ઉતરેલા કિસાનોના આંદોલનનો સરકાર દ્વારા માંગણીઓને સંતોષવાની બાંહેધરી આપતા આંદોલનનો ઉકેલ આવ્યો છે અને આખરે કિસાનોએ આંદોલન સમેટવાનો નિર્ણય કરી લીધો છે. ત્યારે આ મુદ્દે 4 મંત્રીઓની સાથે લગભગ 3 થી વધુ વખત બેઠક કરવામાં આવી હતી. જે બાદ આજે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ આ મામલે આજે પત્રકાર પરીષદ યોજી ખેડૂતોની માંગણીઓનો સ્વિકાર કરીને કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કરતા આજે ખેડૂતોએ તેમના આંદોલનને સમેટવાનો નિર્ણય કરી લીધો છે.

જીતુભાઈ વાધાણીએ પરીષદમાં શુ કહ્યું

જીતુભાઈ વાધાણી આજે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ લાવવા પત્રકાર પરિષદ આયોજી હતી જેમાં તેમણે કહ્યુ હતુ કે ,’સરકાર તમામ પ્રશ્નો માટે હકારાત્મક છે. રાજ્ય સરકારે સ્વૈચ્છિક લોડ વધારવાનો નિર્ણય લીધો છે. અમને દુ:ખ છે કે, કિસાન સંઘે ધરણા પર ઉતરવું પડ્યું.’ બોરવેલ પર વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહે છે.

કયા મોટા નિર્ણય લેવાતા આંદોલન સમેટાયું

ખેડૂતોને લૉ વોલ્ટેજની સમસ્યા હતી આથી વીજ કંપની સાથે બેસીને આ સમસ્યા દૂર કરવાનો નિર્ણય કર્યો હોવાનુ જીતુભાઈએ જણાવ્યુ હતુ. તેમજ ખેતીવાડીમાં 657 પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધારો કર્યો છે કે જે 100 કિલો વોટથી ઉપર છે, તેવા ખેડૂતોને 200ની ટીસી ખેતીવાડી ભાવે મંજૂર કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે ખેતીવાડી વીજ કનેક્શનમાં સિક્યુરિટી ડિપોઝિટ જમા હોય તો નામ બદલવા સીધી લીટીના વારસદારો અથવા આડી લીટીના ખેડૂતો મીનીમમ 300 રૂપિયાનો ચાર્જ લઈને વીજ કનેક્શનમાં નામ બદલી આપવાનો પણ નિર્ણય લેવાયો છે. તેમજ ડીપ ઇરિગેશન સિસ્ટમમાં જીએસટી નાબૂદ કરવી અને 90 ટકા સહાય આપવાની વાત હતી. તેમાં પણ 85 ટકા સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જે બાદ સંઘ સાથે બેઠક યોજીને આ તમામ મુદે્ અનેક વાર ચર્ચા કરીને નિર્ણય કરાયો હોવાનુ જણાવ્યુ હતુ. જે બાદ કિસાન સંઘની બધી માંગણીઓ સંતોષાતા આંદોલન સમેટાયુ હોવાની પણ જીતુભાઈએ માહિતી આપી હતી.

આ પણ વાંચો: મોડાસામાં ‘આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર’ આંદોલન

Back to top button